બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:53 PM, 11 September 2022
ADVERTISEMENT
પિતૃ પક્ષ 15 દિવસ સુધી ચાલે છે
આસો મહિનાના કૃષ્ણ પક્ષના એકમથી અમાસ સુધી 15 દિવસ માટે પિતૃગણ પોતાના વંશજોના ત્યાં એટલેકે પૃથ્વી પર આવે છે. આ દરમ્યાન પિતૃઓની ઈચ્છાપૂર્તિ અને તેમનુ શ્રાદ્ધ કરી પિતૃ દોષને દૂર કરી શકાય છે. જો કે, આ દરમ્યાન પિતૃઓ પ્રાણીઓ, પક્ષીઓના માધ્યમથી તમારી નજીક આવે છે અને તેના માધ્યમથી ભોજન ગ્રહણ કરે છે.
ADVERTISEMENT
આ મૂંગા જીવના માધ્યમથી પિતૃઓ ગ્રહણ કરે છે ભોજન
પિતૃઓ જે જીવોના માધ્યમથી ભોજન લે છે, તેમાં ગાય, શ્વાન, કાગડો અને કીડીનો સમાવેશ થાય છે. એવામાં શ્રાદ્ધના સમયે બનાવવામાં આવતા ભોજનમાંથી એક ભાગ આ મૂંગા જીવો માટે રાખવામાં આવે છે. જેને ભોજન કરાવ્યાં વગર શ્રાદ્ધ કર્મ પૂર્ણ મનાતુ નથી. શ્રાદ્ધના સમયે પિતૃઓને અર્પણ કરવામાં આવતા ભોજનમાંથી જે હિસ્સો મૂંગા જીવ માટે રાખવામાં આવે છે, તે પાંચ ભાગને પન્ચબલિ કહે છે. પસંદ કરવામાં આવેલા પાંચ જીવમાંથી શ્વાન જળ તત્વ, કીડી અગ્નિ તત્વ, કાગડો વાયુ તત્વ, ગાય પૃથ્વી અને દેવો આકાશ તત્વનુ પ્રતિક હોય છે.
આમ કરો તો થશે શ્રાદ્ધ કર્મ પુરૂ
ગાય, શ્વાન, કીડી અને દેવો માટે પત્તા અને કાગડા માટે ભૂમિ પર ભોજનના અંશ રાખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયની ખૂબ માન્યતા છે. આ જીવમાંથી માત્ર ગાય એવુ જીવ છે, જેમાં એકસાથે પાંચ તત્વ હોય છે. ગાયને ચારો ખવડાવવો અને સેવા કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને શ્રાદ્ધ કર્મ પણ પુરૂ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.