Team VTV07:13 PM, 09 Nov 21
| Updated: 07:13 PM, 09 Nov 21
ડાયાબિટીઝ થવા પર તમારા ભોજનમાં આ 5 વસ્તુઓ જરૂર શામેલ કરવી જોઈએ.
ડાયેટમાં શામેલ કરો આ 5 વસ્તુઓ
ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો
બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે
ડાયાબિટીસમાં લોકોને પોતાના ભોજનથી લઈને હેલ્ધી લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપવાની જરૂર છે. તમારે તમારા ભોજનની રીતમાં ફેરફાર કરવું જરૂરી છે. ડાયાબિટીસ થવા પર સૌથી પહેલા તમારે પોતાની ડાયેટ પ્લાન કરવી જોઈએ. તમને ભોજનમાં ફળ, લીલા શાકભાજી, વૉલ ગ્રેન્સ, હેલ્ધી ફેટ અને પ્રોટીન જરૂર શામેલ કરવું જોઈએ. તેનાથી તમારી હેલ્થ પણ સારી રહેશે અને બ્લડ શુગર પણ કંટ્રોલ રહેશે. તમને લંચ અને ડિનરમાં આ વસ્તુઓને જરૂર શામેલ કરો.
લીલા શાકભાજી
શુગરના દર્દીઓને પોતાના બપોરના ભોજનમાં લીલા શાકભાજી જરૂર શામેલ કરવા જોઈએ. પાલક, મેથી, બ્રોકલી, દૂધી, કારેલા જેવા શાકભાજીને પોતાના બપોરના ભોજનમાં શામેલ કરી શકો છો. તેમાં લો કેલેરી અને વધારે પોષક તત્વ હોય છે. આ લીલા શાકભાજીમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જેથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. હાર્ટ અને આંખો માટે પણ લીલા શાકભાજી ખૂબ જ ફાયદાકારક છે. લીલા શાકભાજીમાં વિટામીન સી હોય છે જે ટાઈપ 2ના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
અનાજ અને દાળ
ડાયાબિટીસ થવા પર તમારે પોતાના અનાજમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. તમે બપોરના ભોજનમાં વધુ દાળનો સમાવેશ કરો, દાળથી શરીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, પોટેશિયમ, ફાઈબર અને બીજા પોષક તત્વો મળે છે. ઘઉંની રોટલીની જગ્યા પર મલ્ટી ગ્રેનની રોટલી, બ્રાઉન રાઈસ, જો અને ક્વિનોઆ જેવા અનાજને ભોજનમાં શામેલ કરી. તેનાથી હેલ્દી કાર્બોહાઈડ્રેડ, ફાઈબર, પ્રોટીન, વિટામિન મળે છે.
ઈંડા
જો તમે હેલ્ધી રહેવા માંગો છો તો ડાયેટમાં ઈંડાનો પણ સમાવેશ કરી શકો છો. રોજ એક ઈંડુ ખાવાથી તમને તેનો ફાયદો મળે છે. ઈંડામાં ભરપૂર પ્રોટીન અને દરેક અમીનો એસિડ હોય છે જેનાથી તમે હેલ્ધી રહો છો. ઈંડા ખાવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે.
દહીં
બપોરના ભોજનમાં દહીં હોય તો ભોજનની મજા ડબલ થઈ જાય છે. શુગરના દર્દી પણ ભોજનમાં દહીં ખાઈ શકે છે. દહીંમાં સારા પ્રમાણમાં કેલ્શિયન, પ્રોટીન અને પોષક તત્વો હોય છે. દહીંમાં મળતા સીએલએ શરીરમાં હેલ્ધી બ્લડ શુગરને વધારે છે. સીએલએ એવું ફેટ છે જે વજન ધટાવવા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે.
ફેટી ફિશ
જો તમે નોનવેડ ખાઓ છો તો લંચમાં ફેટી ફિશ જરૂર શામેલ કરો. તે ઉપરાંત તમે સાર્ડિન, હેરિંગ, સેલ્મન ફિશ પણ ખાઈ શકો છો. ડાયાબિટીસમાં ફિશ ખૂબ જ ફાયદો કરે છે. ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ, ડીએચએ અને ઈપીએ સારા પ્રમાણમાં જોવા મળે છે. ફિશ ખાવાથી સોજા ઓછો થાય છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે. માટે ખાતામાં ફિશ જરૂર શામેલ કરો.