બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારે ઘરે આવતું દૂધ નકલી નથી ને? ગ્લુકોઝ અને નિરમાથી બનાવેલા દૂધનું ટેન્કર ઝડપાયું, જુઓ વીડિયો
Last Updated: 11:43 AM, 18 July 2024
ભારતના દરેક ઘરમાં દૂધની માંગ છે. વધારે માંગ હોવાના કારણે બજારમાં મોટા પ્રમાણમાં નકલી દૂધ આવે છે. ટેન્કર ભરી ભરીને દિલ્હી એનસીઆપમાં નકલી દૂધનો સપ્લાય થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લામાં નકલી દૂધથી ભરેલી એક ટેન્કર પકડવામાં આવી છે. સફેદ ઝેર દૂધ તરીકે બજારમાં પહોંચાડવામાં આવી રહ્યું હતું પરંતુ તેના પહેલા જ 1400 લીટર દૂધ ખાડામાં વહાવી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
बुलन्दशहर: ये दूध नहीं सफेद जहर है, जिसे आज फ़ूड सेफ्टी टीम ने पकड़ा और नष्ट करा दिया।
— Marwadi Club (@MarwadiClub) July 17, 2024
व्हे पाउडर, खुला रिफाइंड, ग्लूकोज और केमिकल से नकली दूध बनाया जा रहा था।
सफेद जहर को दिल्ली, नोएडा, ग़ाज़ियाबाद, फरीदाबाद और गुड़गांव में सप्लाई किया जाता था। pic.twitter.com/5iYWk3YYNV
UPના બુલંદશહરમાં બની રહ્યું હતું નકલી દૂધ
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ખાદ્ય સુરક્ષા વિભાગે એક મોટી કાર્યવાહી કરતા નકલી દૂધ પકડ્યું છે. આ નકલી દૂધ કેમિકલ મિક્સ કરીને તૈયાર કરવામાં આવી રહ્યું હતું અને દિલ્હી-એનસીઆરમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. આ મામલામાં 1499 લીટર નકલી દૂધ નષ્ટ કરવામાં આવ્યું છે અને તપાસ માટે 4 સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
રિફાઈન્ડ, ગ્લુકોઝ, સર્ફથી બનાવતા હતા નકલી દૂધ
ADVERTISEMENT
આરોપીના ઘર પર 15 કિલો સર્ફ પાઉડર, 150 લીટર લિક્વિડ ગ્લુકોઝ, 15 લીટર રિફાઈન્ડ તેલ મળ્યું છે. તેની સાથે જ એક વાસણમાં ખુલ્લુ રિફાઈન્ડ તેલ અને દૂધ મળ્યું. બધા સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવશે. તપાસ રિપોર્ટ મળ્યા બાદ કેસ નોંધાશે.
ક્યાં આપવામાં આવે છે નકલી દૂધ?
ADVERTISEMENT
ફૂડ સેફ્ટી ઓફિસર સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે નકલી દૂધની મોટાભાગની ખપત દૂધ ડેયરીમાં થાય છે. તેના બાદ હોટલ અને ઢાબા પર નકલી દૂધ આપવામાં આવે છે.
વધુ વાંચો: કબજિયાતની સમસ્યાથી રાહત, પેટ રહેશે સાફ, આજથી જ ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ
ADVERTISEMENT
ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરે જણાવ્યા અનુસાર રિફાઈન્ડનો ઉપયોગ નકલી દૂધમાં ચિકાસ લાવવા માટે કરવામાં આવે છે. જ્યારે ગ્લૂકોઝનો ઉપયોગ સ્વીટનેસ માટે કરવામાં આવે છે. સફેદ ફિણ માટે તેમાં સર્ફનો ઉપયોગ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.