અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં દારૂના અડ્ડા અને જુગારધામ ધમધમી રહ્યા છે. જેમાં સાબરમતીમાં બાબુનો જુગારધામ જુગારીઓનું હોટફેવરિટ સ્થળ હતું
સાબરમતીમાં બાબુ દાઢીના જુગારના અડ્ડા પર રેડ
પોલીસે 18 જુગારીઓની કરી ધરપકડ
વીટીવીએ અહેવાલમાં બાબુ દાઢીના જુગારધામનું નામ બતાવ્યું હતુઁ
અમદાવાદમાં દારૂ અને જુગારના અડ્ડાના નેટવર્ક ધમધમે છે. VTV ન્યૂઝે વિસ્તાર અને બુટલેગરોના નામની યાદી જાહેર કરી છે. ક્યા વિસ્તારમાં કોણ વેચી રહ્યું છે દારૂ તેની વિગતો જાહેર કરી છે. VTV ન્યૂઝના અહેવાલ બાદ શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્ત તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ કાર્યવાહીના ભાગરૂપે સાબરમતીમાં બાબુ દાઢીના જુગારના અડ્ડા પર રેડ કરતાં 18 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. સાબરમતી રેલવે ફાટક પાસે ખુલ્લામાં જુગારધામ ધમધમતું હતું. છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક પોલીસ રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલતા હોવાના આરોપ હતા. જુગારીઓ કોઈન વડે અહી સોદા કરતાં હતા. VTVની મુહિમ રંગ લાવી છે અહેવાલમાં બાબુ દાઢીના જુગારધામનું નામ બતાવ્યું હતુઁ.
અમદાવાદમાં ક્યાં ક્યા છે દારૂના અડ્ડા અને જુગારધામ?
રાણીપમાં લાખાભાઇનો મોટો વિદેશી દારૂનો અડ્ડો છે. ગોમતીપુરમાં મુસ્તાક બાબા કાલિયા, મુકેશ મારવાડી બેફામ જુગારના અડ્ડા ચલાવે છે. જુહાપુરાનો સાજીદ નામનો બુટલેગર નારોલ, વટવા, ઇસનપુર, વટવા GIDC, દાણીલિમડામાં દેશી દારૂ સપ્લાય કરે છે. શાહપુરમાં લાલાનો વિદેશી દારૂનો અડ્ડો છે. જ્યારે નારોલમાં મિથુનનો વિદેશી દારૂનો અડ્ડો અને તખુંનો દેશી દારૂનો અડ્ડો ચાલે છે.
દાણીલીમડામાં સિરાજ કાઝીનો વિદેશી દારૂનો મોટો અડ્ડો છે. જ્યારે કાગડાપીઠમાં નરેશ મારવાડી વિદેશી દારૂનો અડ્ડો ચલાવે છે. ઇસનપુરમાં મંજુ, રણજીત દેશી દારૂ તેમજ જુગારનો અડ્ડો ધમધમે છે. રખિયાલમાં પમ્મીનો વિદેશી દારૂનો મોટો અડ્ડો ચાલે છે. જ્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદમાં કમલેશ અને સકરી ડોશી દેશી દારૂ વેચે છે. તો શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા બુટલેગરનો દબદબો છે. લીલા સહિત બે મહિલા બુટલેગર દારૂના અડ્ડા ચલાવે છે.
જ્યારે વટવા અને વટવા GIDC પોલીસ સ્ટેશન પાસે ચાલતા દારૂ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યાં છે. અને ખોખરામાં પણ ચાલી રહ્યાં છે દેશી અને વિદેશી દારૂના અડ્ડા ચાલે છે. ઓઢવમાં રાજુ ઠુઠિયા દેશી દારૂનો અડ્ડો ચલાવે છે. નિકોલ અને નરોડામાં વિદેશી અને દેશી દારૂના અડ્ડા આવેલા છે. અને સરદારનગરમાં સોનુનો વિદેશી દારૂનો અડ્ડો ચાલે છે. સોલા વિસ્તારમાં પણ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ચાલે છે.
અન્ય અડ્ડાઑ પર કાર્યવાહી ક્યારે?
અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં દારૂ વેચાય છે અને પોલીસ અજાણ છે? બેફામ દારૂ વેચતા બુટલેગરોને પોલીસનો કોઇ ડર જ નથી? વર્ષમાં એક ડ્રાઇવ કરી પોલીસ બુટલેગરો પર કાર્યવાહી કરવાનું નાટક જ કરે છે? બુટલેગરોના નામ સાથે માહિતી છે છતા કાર્યવાહી કેમ નહીં? પોલીસ પાસે માહિતી ના હોય તો અમે આપીએ છીએ કાર્યવાહી તો કરો. પોલીસ નાનામોટા લોકોને દારૂ સાથે પકડી કાર્યવાહી કરવાનું નાટક કરે છે? દારૂ લઇને જતા લોકોને પકડી કાર્યવાહી કરી આંકડા વધારે છે પોલીસ? દારૂ ક્યાંથી લાવ્યા અને કોણ વેચે છે તેમાં પોલીસને રસ જ નથી?