ENG VS IND: કેપ્ટન વિરાટ કોહલીને સચિન તેંડુલકરે આપી 'વિરાટ' સલાહ

By : krupamehta 10:47 AM, 08 August 2018 | Updated : 10:47 AM, 08 August 2018
લંડન: ક્રિકેટ ભગવાન કહેવાતો પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે મંગળવારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપતા કહ્યું છે કે એને પોતાના દિલનું સાંભળવું જોઇએ અને પોતાની શાનદાર બેટિંગ જારી રાખવી જોઇએ. ભારતીય ટીમ આ સમયે ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં ભાગ લઇ રહી છે. પહેલી ટેસ્ટમાં એને હારનો સામનો કરવો પડ્યો હતો. તેંડુલકરની આ સલાહ કોહલીને લોડર્સમાં ગુરુવારે શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ મેચ પહેલા આવી હતી. 

પહેલી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોમાં માત્ર વિરાટ કોહલીની જ બેટિંગ ચાલી હતી. એને પહેલી ઇનિંન્ગમાં 149 અને બીજી ઇનિંન્ગમાં 51 રન બનાવ્યા હતા અને આ પ્રદર્શનના દમ પર આઇસીસી ટેસ્ટ બેટ્સમેનો ની રેકિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

તેંડુલકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું કહીશ કે વિરાટે એવું કરવું જોઇએ, જે એ કરતો આવ્યો છે. એ શાનદાર કામ કરી રહ્યો છે એટલા માટે એને એવું જ રમતા રહેવું જોઇએ. સચિને આ ઉપરાંત કહ્યું કે, આસપાસ શું થઇ રહ્યું છે એના માટે વિચારે નહીં અને પોતાનું ધ્યાન એની પર લગાવે જે પ્રાપ્ત કરવાનું છે. અને પોતાના દિલનો અવાજ સાંભળે.'Recent Story

Popular Story