બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જો તમે પણ આ વાસ્તુ ટિપ્સને ફૉલો કરશો, તો ઘરમાં દરિદ્રતા આસપાસ પણ નહીં ફરકે

photo-story

7 ફોટો ગેલેરી

વાસ્તુશાસ્ત્ર / જો તમે પણ આ વાસ્તુ ટિપ્સને ફૉલો કરશો, તો ઘરમાં દરિદ્રતા આસપાસ પણ નહીં ફરકે

Last Updated: 12:29 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે દરેક ખુણો કોના કોઈ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. જેની સ્થિતિ સુધારીને આપણે કુંડળીમાં તે ગ્રહની પકડને મજબૂત કરી શકી છીએ. ચાલો જાણીએ ઘરને લગતી આ વસ્તુ ટિપ્સ.

1/7

photoStories-logo

1. ઘરને લગતી વાસ્તુ ટિપ્સ

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં દરેક વસ્તુને કઈ દિશામાં કે કયા ખૂણામાં મૂકવી તેના માટેના ચોક્કસ નિયમો છે. એવું કહેવાય છે કે ઘરનો દરેક ખુણો કોઈનાં કોઈ ગ્રહ સાથે સીધો સંબંધ રાખે છે. ઘરમાં અમુક વસ્તુઓ અને દિશાનું પાલન કરીને તમે કુંડળીમાં ગ્રહની સ્થતિ મજબૂત કરી શકો છો. ચાલો જાણીએ ઘરને લગતી વસ્તુ ટિપ્સ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઘરનો મુખ્ય દરવાજો

ઘરનો મુખ્ય દરવાજો ઘરમાં ખુશીઓ અને સમસ્યાઓ બંને લાવે છે. તેથી મુખ્ય દરવાજો હંમેશા સાફ રાખો. અહીં પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરો. નેમ પ્લેટ પણ લગાવો, જે કાળા રંગની ન હોવી જોઈએ. શનિવારે મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. બેઠક રૂમ (ડ્રોઈંગરૂમ)

આ જગ્યા ઘરમાં દરેક સંબંધોમાં ખુશીઓ લાવનારી જગ્યા કહેવાય છે. આમાં થોડા સુધારા કરીને જીવનમાંથી હતાશા અને તણાવ દૂર કરી શકાય છે. માટે આ સ્થળને હંમેશા પ્રકાશિત રાખો. અહીં હળવી સુગંધ આખો દિવસ આવે તેવી ગોઠવણ કરવી જોઈએ. આ રૂમમાં ફૂલ મૂકો. ખાસ આ રૂમમાં જૂતાં અને ચંપલ ના રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રસોડું

રસોડાને ઘરનું દવાખાનું પણ કહેવામાં આવે છે. રસોઈ એવી જગ્યા છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે માટે રસોડામાં સૂર્યપ્રકાશ આવે તે સારી વાત માનવામાં આવે છે. આ ઉપરાંત રસોડામાં વસ્તુઓ વ્યવસ્થિત રાખો. તમારા રસોડામાં દરેક વ્યક્તિને પ્રવેશવાની મંજૂરી આપશો નહીં. ઉપરાંત પૂજા પછી રસોડામાં અગરબત્તી મૂકો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સૂવાનો રૂમ (બેડરૂમ)

બેડરૂમને સુખ અને સમૃદ્ધિનો રૂમ કહેવાય છે. માટે બેડરૂમનો રંગ હંમેશા હળવો રાખો. આછો લીલો કે ગુલાબી રંગ શ્રેષ્ઠ રહેશે. બેડરૂમમાં ટેલિવિઝન ન રાખો. હળવું સંગીત ગોઠવી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી આ જગ્યાએ જમવાનું કે અન્ય કોઈ પણ ખોરાક લેવાનું ટાળો. જો બેડરૂમમાં સૂર્યપ્રકાશ અને હવાની વ્યવસ્થા હોય તો તે ખૂબ સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બાથરૂમ

જીવનની સમસ્યાઓ આ જગ્યાએથી નિયંત્રિત થાય છે. બાથરૂમ હંમેશા સાફ રાખો. આ જગ્યાએ પાણીનો બગાડ ન કરો. બાથરૂમમાં વાદળી કે જાંબલી રંગનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. બાથરૂમમાં હળવી સુગંધ અચૂક રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સીડી

સીડી કોઈપણ ઘરની પ્રગતિ સાથે સંબંધિત છે. તે જીવનના ઉતાર-ચઢાવ સાથે સંબંધિત છે. સીડી રાહુ અને કેતુ સાથે સંબંધિત છે. ખોટી સીડીઓ જીવનમાં અણધારી સમસ્યાઓ ઉભી કરે છે. દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં સીડી હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સીડીઓ ઉત્તરથી દક્ષિણ દિશામાં અથવા પૂર્વથી પશ્ચિમ દિશામાં બનાવવી જોઈએ. સીડીઓ બને તેટલી ઓછી વળાંકવાળી રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Tips Dharma Home Decor

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ