બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફ્રિજમાં કોથમીર રાખતા પહેલા અપનાવો આ ટ્રિક્સ, લાંબા સમય સુધી રહેશે ફ્રેશ
Last Updated: 01:39 PM, 11 January 2025
શાકભાજીમાં થોડા કોથમીરના પત્તા ઉમેરવાથી તેના સ્વાદમાં વધારો થઈ જાય છે. એટલે જ જ્યારે માર્કેટમાં શાકભાજી ખરીદવા જઈએ છીએ ત્યારે કોથમીર લેવાનું ભૂલવામાં નથી આવતું. પરંતુ અમુક વખત તે ફ્રિજમાં પણ બગડી જાય છે. જેથી અમે તમને આજે એવી ટ્રિક જણાવીશું જેનાથી કોથમીર જલ્દી નહીં બગડે.
ADVERTISEMENT
જ્યારે પણ તમે માર્કેટમાથી કોથમીર લાવો ત્યારે તેને સારી રીતે ધોઈ નાખો કારણ કે તેમાં રેતી અને માટી હોઈ શકે છે. ઘણી વખત તેના કારણે કોથમીર બગડી જાય છે. જેથી કોથમીરને સારી રીતે ધોઈ લો અને તેમાંથી ગંદકી દૂર કરો. બાદમાં તેના પાંદડાને સારી રીતે સૂકવી લો.
ADVERTISEMENT
કોથમીરમાંથી પાણી કાઢીને તેને સુકવી લીધા બાદ તેને એરટાઈટ કંટેનરમાં રાખો. બાદમાં તમે ઇચ્છો તો તેને ફ્રિજમાં પણ રાખી શકો છો અથવા શિયાળામાં બહાર પણ રાખી શકો છો. હવે આમ કરવાથી કોથમીર લાંબા સમય સુધી નહીં બગડે. રેફ્રિજરેટરમાં તાપમાન ખૂબ જ ઠંડુ હોવાથી પેકેટમાં રાખેલા કોથમીરના પત્તા બગડવા અને સડવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.