બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / વરસાદમાં મોબાઇલ બંધ થઇ જાય, તો ટેન્શન ના લેતા, બસ અપનાવજો આ ટિપ્સ
Last Updated: 04:28 PM, 10 June 2024
ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસામાં બહાર નીકળવાથી વરસાદના કારણે મોબાઈલ ફોન પણ પલડી જવાનો ખતરો રહે છે. મોબાઈલ પલડવાથી ફોન બગડી પણ જતો હોય છે. જો તમારો ફોન પલડીને બંધ થઇ જાય તો તમે નીચે જણાવેલ ટિપ્સ અપનાવી ફરીથી ચાલુ કરી શકો છો.
ADVERTISEMENT
ફોનને સૂકાવવો
ADVERTISEMENT
જો તમારો મોબાઈલ ફોન પલડીને બંધ થઇ જાય છે તો તેને સુકવવો દેવો જોઈએ. પાણી સારી રીતે સુકાઈ જાય તે માટે ફોનને ખોલવો જોઈએ. જો બેટરી ખુલી શકતી હોય તો ખોલીને જ ફોન સુકાવવા મૂકવો. આ સાથે સિમ કાર્ડ અને મેમરી કાર્ડ પણ નીકાળી દેવું જોઈએ. મોબાઈલ સુકાઈ ગયા બાદ તેને કપડાથી સાફ કરી દેવો જોઇએ.
બેટરી ચાર્જ કરો
જ્યારે તમારો મોબાઈલ ફોન સુકાઈ જાય ત્યારે તેને ચાર્જ કરવો જોઈએ. મોબાઈલને ઓરિજનલ ચાર્જરથી ચાર્જ કરવો જોઈએ. શોર્ટ સર્કિટ ના થાય તેની પણ કાળજી રાખવી.
ફોનને રાઈસના પેકેટમાં રાખવો
જો મોબાઈલ પલડી જાય તો તેને સુકવવા તેને રાઈસના પેકેટમાં રાખી શકાય છે. રાઈસ તમારા પલળેલા ફોનનો ભેજ ચૂસી લે છે. જેથી તમારો ફોન ફરીવાર ચાલુ થઈ શકે છે.
વાંચવા જેવું: NEETનું પરિણામ વિવાદમાં: બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીની ટોપર બનતા મામલો ચર્ચામાં, કિસ્સો ચોંકાવનારો
આ ભૂલ ન કરો
મોબાઈલ ફોન પલડી જાય તો ક્યારેય તેને હેર ડ્રાયરથી સુકવવાનો પ્રયાસ ન કરો. કેમ કે હેર ડ્રાયરની હિટિંગથી સ્માર્ટ ફોન બગડવાની શક્યતા વધી જાય છે. ફોન જ્યારેપલડેલો હોય ત્યારે ચાર્જ કરવાનો પ્રયાસ ન કરો, તેનાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે. જો તમે ઉપર જણાવેલ ટિપ્સનું પાલન કરો છો અને છતાં ફોન ચાલુ ન થાય તો મોબાઈલને રિપેર કરાવા આપવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT