બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:36 AM, 9 December 2024
રોકાણ કરવા માટે એક પ્રોપર પ્લાનિંગ હોવું જરૂરી છે. રૂપિયા કમાવવાનો કોઈ શોર્ટ કટ હોતો નથી. તેના માટે જરૂરી છે અનુશાસન, ધીરજ અને રોકાણનીતિ. આજે અમને તમને એવા જ એક ઇન્વેસ્ટમેન્ટનું ફોર્મ્યુલા જણાવીશું જે અપનાવીને તમે પણ એક મોટું ભંડોળ ઊભું કરી શકો.
ADVERTISEMENT
72નો નિયમ
ADVERTISEMENT
72 ના નિયમની મદદથી તમે જાણી શકશો કે નક્કી કરેલા વ્યાજ દર પર કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશે. ઉદાહરણ તરીકે તમને કોઈ બેંકમાં ફિક્સ ડિપોઝિટ પર 7% વ્યાજ મળે છે તો તો તમે 72/7 કરશો તો જવાબ 10.28 આવશે એટલે કે 7% વ્યાજ પર 10.28 વર્ષમાં તમાઋ રકમ ડબલ થઈ જશે.
10-12-10નો નિયમ
10-12-10 નો નિયમ જણાવે છે કે 10 વર્ષ માટે 12% વાર્ષિક રિટર્ન આપવાવાળા કોઈ રોકાણના ઓપ્શનમાં દર મહાઈને 10000 રૂનું રોકાણ કરવાથી તમે લગભગ 23-24 લાખ રૂપિયા જમા કરી શકશો. ત્યાં જ જો તમે 12% ના વ્યાજે વાર્ષિક રિટર્નવાળા કોઈ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કે શેયરોમાં દર મહિને 43000 રૂપિયાનું રોકાણ કરો છો તો તમે 10 વર્ષોંમાં 1 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરી શકો છો.
20-10-12નો નિયમ
20-10-12નો નિયમ એ લંભ સમયના રોકાણ માટે છે. તેમા 12% વાર્ષિક રિટર્ન આપવાવાળી કોઈ પણઆ રોકાણ સ્કીમમાં 20 વર્ષ માટે દર મહિને 10000 રૂપિયાનું રોકાણ કરીને 1 કરોડનું ભંડોળ ભેગું કરી શકો છો.
50-30-20નો નિયમ
50-30-20નો નિયમ એ વ્યક્તિગત નાણાકીય માર્ગદર્શિકા છે જે તમને તમારી આવકને વિવિધ નાણાકીય લક્ષ્યોને પૂરું કરવામાં મદદ કરે છે. આ નિયમ મુજબ આવકના 50% આવશ્યક ખર્ચ માટે, 30% મનોરંજન અને ખાવા-પીવા અને અન્ય ખર્ચ અને 20% બચત અને રોકાણો માટે અલગ રાખવા જોઈએ.
40-40-12 નો નિયમ
10-20 વર્ષમાં મોટું ભંડોળ ભેગું કરવા માટે તમે 40-40-12 નો નિયમ અપનાવી શકો છો. આમાં તમારે વધુ બચત કરવી પડશે. આ નિયમ અનુસાર તમારે તમારી માસિક આવકના 40 % રકમ રોકાણ કરવાની રહેશે. તમારા પોર્ટફોલિયોના 40 % મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર માટે રાખો અને ઇક્વિટીમાં રોકાણ કરીને સરેરાશ વાર્ષિક 12 % રિટર્નનું લક્ષ્ય રાખો.
15-15-15 નો નિયમ
15-15-15ના નિયમ મુજબ જો તમે 15 વર્ષ માટે દર મહિને 15000 રૂપિયાનું રોકાણ એવી સ્કીમમાં કરો કે જેમાં તમને દર વર્ષે સરેરાશ 15% રિટર્ન મળે. તો તમે આશરે 1 કરોડ ફંડ ભેગું કરી શકશો.
વધુ વાંચો: ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉતાર-ચઢાવ વચ્ચે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો વધારો કે રાહત?
25X નો નિયમ
આ નિયમ એવા લોકો માટે છે જેઓ વહેલા નિવૃત્તિ મેળવવા ઈચ્છે છે. આ નિયમ અનુસાર, તમારે તમારા વાર્ષિક ખર્ચની 25 ગણી રકમ બચાવવાની જરૂર છે જેથી કરીને તમે આરામથી નિવૃત્ત થઈ શકો. ઉદાહરણ તરીકે, જો તમને તમારા રૂટિન ખર્ચ માટે વાર્ષિક રૂ. 4 લાખની જરૂર હોય, તો તમારે તમારા રિટાયરમેન્ટ ફંડ માટે રૂ. 1 કરોડ (રૂ. 4 લાખ x 25)ની જરૂર પડશે. આ માટે તમે SIP જેવા વિકલ્પનો ઉપયોગ કરીને આ ભંડોળ એકઠું કરી શકો છો. આના માટે તમે જેટલું વહેલું કાણ કરવાનું શરૂ કરશો તેટલું સરળ રહેશે આ ટાર્ગેટને અચીવ કરવું.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.