બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Follow these 6 tips in the season of winter to avoid heart attack stay fit and healthy

હેલ્થ ટિપ્સ / હાર્ટ એટેકથી બચવા શિયાળાની ઋતુમાં અપનાવો આ 6 ટિપ્સ, રહેશો હંમેશા સ્વસ્થ અને હેલ્ધી

Arohi

Last Updated: 02:46 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં હાર્ટ એટેકના કેસમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં હૃદય રોગથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. શિયાળામાં કેવી રીતે હાર્ટ એટેકથી બચી શકાય આવો જાણીએ....

  • શિયાળામાં હાર્ટ એટેકથી બચવા કરો આ ઉપાય 
  • શરીરને અંદરથી રાખશે ગરમ 
  • દરરોજ કરો 4 કિમી વોક 

શું તમે જાણો છો કે શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જે લોકો હ્રદયની બીમારીથી પીડિત છે, તેમણે આ ઋતુમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. હકીકતે નીચા તાપમાનને કારણે આપણા હૃદયની ધમનીઓ સંકુચિત થઈ જાય છે અને બ્લડ સપ્લાય પ્રભાવિત થાય છે. જો વધારે ઠંડીમાં રહેવામાં આવે તો તે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.  

શિયાળામાં હાર્ટ એટેકથી કઈ રીતે બચી શકાય? 
સવારે અને રાત્રે ઘરની બહાર ન નીકળો

ડોક્ટરના જણાવ્યા અનુસાર શિયાળામાં સવારે અને રાત્રે તાપમાન સૌથી ઓછું હોય છે. આ સમયે લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઓછા તાપમાનમાં બહાર રહેવાથી હૃદય પર ખરાબ અસર પડે છે અને એટેકનું જોખમ વધી જાય છે. એટલા માટે આ સમયે બહાર ન જવું જોઈએ. જો તમારે જરૂરી કામ માટે બહાર જવાનું હોય તો ગરમ કપડાં પહેરો અને પોતાને સારી રીતે ઢાંકીને જ બહાર નિકળો. 

સવારે વહેલા ઉઠીને કસરત ન કરવી
કેટલાક લોકોને સવારે વહેલા ઉઠીને કસરત કરવાની આદત હોય છે. પરંતુ શિયાળામાં આવું ન કરવું જોઈએ. જો તમારે તમારા હૃદયને સારું રાખવું હોય તો કસરત અથવા શારીરિક પ્રવૃત્તિ સવારે 7-8 વાગ્યા પછી જ કરવી જોઈએ. મોડી સાંજે પણ કસરત ન કરવી જોઈએ. આનાથી કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થમાં સુધારો થશે.

ઠંડીમાં શરીરને આ રીતે રાખો ગરમ 
જો તમે શિયાળામાં તમારા શરીરને ગરમ રાખશો તો હાર્ટ એટેકથી બચવું સરળ રહેશે. વધારે ઠંડી હોય ત્યારે તમારે તમારી જાતને ઠંડીથી બચાવવાની રહેશે. જો તમારું શરીર ગરમ રહેશે તો હૃદય સ્વસ્થ રહેશે અને કોઈ સમસ્યા નહીં થાય. આ માટે પ્રોપર કપડાં પહેરવાનું રાખો. શિયાળામાં સ્મોકિંગ ન કરો.

40 મિનિટમાં 4 કિલોમીટર વોક
બ્રિસ્ક વોક હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે શિયાળામાં પણ દરરોજ 40 મિનિટમાં 4 કિલોમીટર ચાલશો તો તેનાથી તમારા હૃદયની તંદુરસ્તી સુધરશે અને હાર્ટ એટેકનું જોખમ ઘટશે. જો કે, તમારે આ વહેલી સવારે અથવા મોડી રાત્રે ન કરવું જોઈએ.  

હેલ્ધી ડાયટ લો અને સમયસર દવા લો
શિયાળામાં તમારે ખાવાનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને ઠંડકવાળી વસ્તુઓને ડાયટમાં સામેલ ન કરવી જોઈએ. જો કે તમે પુષ્કળ ફળો અને શાકભાજીનું સેવન કરી શકો છો. જે લોકો હૃદયરોગની દવા લે છે, તેમણે સમયસર દવા લેવી જોઈએ અને તેમાં બિલકુલ બેદરકારી ન રાખવી જોઈએ.

જીમ દરમિયાન સપ્લીમેન્ટ્સ ન લો
કેટલાક લોકો શિયાળામાં જીમ દરમિયાન સારી બોડી બનાવવા માટે સપ્લીમેન્ટ લેવાનું શરૂ કરી દે છે, પરંતુ તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. કોઈપણ ઋતુમાં સપ્લીમેન્ટ ન લેવા જોઈએ. કારણ કે તેની હૃદય પર ખરાબ અસર પડે છે. ઉપરાંત જીમમાં જોડાતા પહેલા કાર્ડિયોલોજિસ્ટને જરૂર મળો. 

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Heart attack Winter શિયાળો હાર્ટ એટેક હેલ્થ heart attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ