બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પતંગ ચગાવવા તાકાત નહીં લગાવી પડે! ઉત્તરાયણના બે દિવસ જોરદાર પવન, અંબાલાલની આગાહી
Last Updated: 09:18 PM, 11 January 2025
પતંગરસિયાઓ માટે ખુશીના સમાચાર છે. ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડડવા માટે અનુકૂળ પવન રહેશે. જેથી પતંગ રસિયાઓને પતંગ ઉડાડવા બહુ મહેનત નહીં કરવી પડે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લામાં ઉત્તરાયણના દિવસે 6 કિમી પ્રતિ કલાકથી 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સુરતમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેશે.
ADVERTISEMENT
ઉત્તરાયણની સવારે ધૂમ્મસભર્યું વાતાવરણ રહેશે
ADVERTISEMENT
અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. આ ઉપરાંત ઉત્તરાયણની સવારે ધૂમ્મસભર્યું અને 14થી 16 જન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની પણ તેમણે આગાહી કરી છે.
14 જાન્યુઆરીએ પવનવાળો માહોલ
આ સાથે હવામાન વિભાગે અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: સુરતમાં ST બસના ડ્રાઈવર અને યુવકો વચ્ચે બબાલ, મારામારીનો વીડિયો વાયરલ
આજનું તાપમાન
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે ત્યારે 24 કલાકમાં તાપમાન ઘટતા ફરી ઠંડી વધશે. જેમાં નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ 15 ડિગ્રી અને ગાંધીનગર 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને ડીસા 12 ડિગ્રી, ભુજ 11 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. ત્યારે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.