કોરોના વાયરસની મહામારીની વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ધક્કો લાગ્યો છે. દેશવ્યાપી લોકડાઉનના કારણે એપ્રિલ- જૂન ત્રણ માસિકમાં જાહેર થયેલા આંકડાથી ખબર પડે છે કે જીડીપીમાં 23.9 ટકા ગટાડો નોંધાયો છે. ત્યારે નાણા મંત્રાલયની પાસે અર્થવ્યવસ્થાને રિકવરી મોટો પડકાર છે. કોરોના કાળમાં એવું કોઈ સેક્ટર નથી જ્યાં સારી સ્થિતિ હોય. આશા રખાઈ રહી છે કે બહું જલ્દી કેન્દ્ર સરકાર આગલા રાહત પેકેજની જાહેરાત કરે. આ દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે અર્થવ્યવસ્થા માટે અનેક પ્રકારના પડકારો છે. હજું સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે હાલની મહામારી ક્યારે ખતમ થશે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ રસીની આવી.
પહેલાની સરખામણીએ નાણા મંત્રાલય હવે ઝડપી પગલા ભરી રહ્યુ છે
અમે યોગ્ય સમયે પ્રોત્સાહન આપીશું -નિર્મલા સીતારમણ
આર્થિક ગતિવિધિ સંપૂર્ણ ચાલુ થઈ ગઈ છે -નિર્મલા સીતારમણ
નાણા મંત્રીએ કહ્યું કે ગત 6 મહિનામાં પડકારો ઓછા નથી થયા બલ્કે આ પડકારોનો નેચર બદલાયો છે. પહેલાની સરખામણીએ નાણા મંત્રાલય હવે ઝડપી પગલા ભરી રહ્યુ છે. તેમણે કહ્યું કે અનેક કારણોસર પ્રતિ 10 લાખ પર મૃત્યુદર ઓછો થયો છે. અર્થવ્યવસ્થામાં જોખમ ખેડવા પર નાણા મંત્રીએ કહ્યું કે સરકારમાં આને લઈને કોઈ હિચકિચાહટ નથી. અમે યોગ્ય સમયે પ્રોત્સાહન આપીશું
તેમણે કહ્યું કે હજું કોઈ રસી આવી નથી અને રિપોર્ટ છે કે બીજી વાર સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે નાનાથી લઈ મોટા સ્તર પર ઉદ્યમિયોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. પ્રવાસી મજૂરો શહેરમાં પાછા ફરી રહ્યા છે. ઘરેલુ માંગની સરખામણીએ વિદેશી માંગમાં વધારો થવાને કારણે તેજી જોવા મળી રહી છે. અર્થવ્યવસ્થાને ગ્રામીણ વિસ્તારોમાં રાહલ મળી છે. ત્યાં આર્થિક ગતિવિધિ સંપૂર્ણ ચાલુ થઈ ગઈ છે. આ કૃષિ અને બિન કૃષિમાં પણ જોવા મળ્યુ છે.
તેમણે કહ્યું આત્મનિર્ભર ભારત પૈકેજ કહેવા માટે એક પેકેજ હતુ. પરંતુ એમાં કોઈ સેક્ટર્સ અને અનેક પ્રકારના એલાન હતા. આ એવું નહોંતુ કે અમારા એલાનના 24 કલાકની અંદર બધુ જ પતી ગયું હોય. રાહત પેકેજ આજે પણ કામ રોલ આઉટ થઈ રહ્યું છે.