fm nirmala sitharaman press conference economy package gdp
રાહત પેકેજ /
નવી નોકરીઓને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આવનારા 2 વર્ષ સુધી PFમાં આટલા ટકા સરકાર ફાળો આપશે
Team VTV02:39 PM, 12 Nov 20
| Updated: 02:49 PM, 12 Nov 20
મંદીનો સામનો કરી રહેલી ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ અંતર્ગત ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી ફરી રાહત આપી છે. જાણો શું રાહત આપી છે.
આત્મનિર્ભર ભારત રોજગાર હેઠળ 1.59 લાખ સંસ્થાઓને 8300 કરોડ રુપિયાનો લાભ
ઈસીજીએલએસની ડેડલાઈન વધારીને 31 માર્ચ 2021 કરી દેવાઈ
પીએફની યોજના 30 જૂન 2021 સુધી લાગુ થશે.
આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાથી કર્મચારીઓને મોટી
નાણાં મંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત હેઠળ લેવામાં આવેલા પગલાથી કામદારોને ઘણો ફાયદો થયો છે. એ જ રીતે, ખેડૂતોને રાહત આપવાનાં પ્રયત્નોનાં પરિણામ પણ સારાં પરિણામ મળ્યાં છે. આત્મનિર્ભર ભારત રોજગાર હેઠળ 1.59 લાખ સંસ્થાઓને 8300 કરોડ રુપિયાનો લાભ આપવામાં આવ્યો છે. જેનાથી 1 કરોડ 21 લાખથી વધારે લોકોને ફાયદો થયો છે. હવે સરકાર આ યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે. સરકાર આની સાથે જોડાયેલા કર્મચારીઓને ઈપીએફઓ સાથે જોડશે. એવા કર્મચારી જે પહેલા પીએફ માટે રજિસ્ટર્ડ નહોંતા અને તેમનો પગાર 15 હજારથી ઓછો છે. તેમને યોજનાનો લાભ મળશે. જે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી નોકરીમાં નહોંતા. પરંતુ એ બાદ તે પીએફમાં જોડાયા છે. આ યોજના 30 જૂન 2021 સુધી લાગુ થશે.
સરકાર 2 વર્ષ સુધીમાં 1હજાર સુધીની સંખ્યા વાળા કર્મચારીઓવાળી સંસ્થાઓના નવી ભરતીવાળા કર્મચારીઓના પીએફના પૂરા 24 ટકા સબ્સિડીના રુપે આપશે. જેનાથી લગભગ 95 ટકા સંસ્થાન આવી જશે અને કરોડો કર્મચારીઓને લાભ થશે.
ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમની ડેડલાઈન વધારીને 31 માર્ચ 2021 કરી દેવાઈ છે. ઈસીજીએલએસ હેઠળ 61 લાખ દેવાદારોને 2 લાખથી વધારે લોન આપવામાં આવશે. જેમાંથી 1.52 લાખ કરોડ રુપિયા વિતરિત કરી દેવામાં આવ્યા છે.
સીતારમણે જણાવ્યું કે બેંકોએ 157.44 લાખ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ત્યારે પીએમ મત્સ્ય સંપદા હેઠળ 1681 કરોડ રુપિયા ફળવાયા છે. નાબાર્ડ ના માર્ફતે 25 હજાર રુપિયાનું ફંડોળ ફળવાયું છે.
સીતારમણે જણાવ્યું કે આરબીઆઈએ ત્રીજા ક્વાર્ટરમાં ઈકોનોમીના પોઝિટિવ ગ્રોથનું અનુમાન લગાવ્યું છે. શેર બજાર અને માર્કેટ કેપની તેજી અમાર પ્રયાસનું પરિણામ છે.
તેમણે કહ્યું કે ગત દિવસોમાં કરવામાં આવેલા નિર્ણયોના કારણે જીએસટી કલેક્શન વધ્યું છે. વર્ષના આધાર પર આમાં 10 ટકાની તેજી આવી છે. ત્યારે બેંક ક્રેડિટમાં 23 ઓક્ટોબર સુધી 5.1 ટકા તેજી આવી છે. જ્યારે વિદેશી મુદ્રા ભંડોળ રેકોર્ડ સ્તર પર છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંત(આરબીઆઈ)ના એક અધિકારીએ કહ્યું કે ચાલૂ નાણા વર્ષની બીજા ક્વાર્ટ(જુલાઈ-સપ્ટેમ્બર)માં દેશનો જીડીપી એક વર્ષ પહેલાની સરખામણીએ 8.6 ટકા ઘટવાનો અંદાજ છે. આને સતત 2 ક્વાર્ટરમાં જીડીપી ઘટવાની સાથે દેશ પહેલી વાર મંદીમાં ઘેરાયો છે. મહામારી અને લોકડાઉનની અસરથી પહેલા ક્વાર્ટરમાં 23.9 ટકામાં સમેટાયુ થયું હતુ. આરબીઆઈએ પહેલા જ અનુમાન લગાવ્યું છે કે ચાલૂ નાણા વર્ષમાં જીડીપીમાં 9.5 ટકા ઘટાડો આવી શકે છે
ઉદ્યોગ ચેમ્બર અને કોર્પોરેટ જગતના લેવાયા અભિપ્રાય
સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ગુરુવારે જ આ પેકેજને અંતિમ સ્વરૂપ આપશે. આ પેકેજમાં રોજગાર સર્જન અને મુશ્કેલીગ્રસ્ત ક્ષેત્રને રાહત આપવા પર ભાર આપી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પેકેજ તૈયાર કરવા માટે ઉદ્યોગ ચેમ્બર અને કોર્પોરેટ જગતનો અભિપ્રાય લેવામાં આવ્યો છે.