fm nirmala sitharaman india budget know some unknown facts
ખાસ વાંચો /
ગર્વથી ફુલાઈ જશે છાતી! આ ગુજરાતી નાણામંત્રીએ 10 વખત રજૂ કર્યું છે દેશનું બજેટ, જાણો રસપ્રદ વાતો
Team VTV08:50 AM, 01 Feb 22
| Updated: 08:51 AM, 01 Feb 22
આજે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા દેશનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ પહેલા અત્યારસુધીની બજેટની કેટલીક રસપ્રદ વાતો પણ જાણો..
ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ થયું હતું
સૌથી વધુ વખત મોરારજી દેસાઇએ બજેટ રજૂ કર્યું
મોરારજી દેસાઇએ 10 વખત બજેટ રજૂ કર્યું
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરવાનાં છે. આ બજેટમાં લોકોની અનેક આશા-અપેક્ષા છે. આજના બજેટમાં સામાન્ય લોકોને ટેક્સમાં છૂટ મળવાની આશા છે. કારણ કે, કોરોનાકાળમાં લોકોની આવક પર મોટી અસર થઇ છે. ત્યારે દેશના અત્યાર સુધીના બજેટ વિશે કેટલીક જાણી-અજાણી વાતો ખૂબ જ રસપ્રદ છે.
અત્યાર સુધીના બજેટ વિશેની જાણી-અજાણી વાતો
સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. ભારતના નાણાં મંત્રીમાં સૌથી વધુ વખત મોરારજી દેસાઇએ 10 વખત, પી ચિદમ્બરમે 9 વખત જ્યારે પ્રણવ મુખરજીએ 8 વખતે બજેટ રજૂ કર્યું છે.
ગુજરાતી નાણામંત્રીએ સૌથી વધુ વખત રજૂ કર્યું હતું કેન્દ્રીય બજેટ
મોરારજી દેસાઇ પ્રથમ વખત 13 માર્ચ, 1958થી 29 ઓગસ્ટ 1963 સુધી દેશના નાણામંત્રી રહ્યા હતા, તે બાદ માર્ચ 1967થી જુલાઇ 1969 સુધી ફરી નાણામંત્રીની જવાબદારી સંભાળી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના 10 બજેટ સંસદમાં રજૂ કર્યા, જેમાં આઠ પૂર્ણ બજેટ જ્યારે બે વચગાળાના બજેટ હતા.
વર્ષ 1964 અને 1968માં એવા પણ પ્રસંગ આવ્યા જ્યારે મોરારજી દેસાઇએ પોતાના જન્મ દિવસ પર સંસદમાં બજેટ રજૂ કર્યુ હતું. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇનો જન્મ 29 ફેબ્રુઆરી, 1896માં ગુજરાતના વલસાડ જિલ્લામાં એક ગામમાં થયો હતો. દેશમાં પ્રથમ વખત 1977માં બનેલી બિન-કોંગ્રેસી સરકારમાં મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા હતા. તે 24 માર્ચ, 1977થી 28 જુલાઇ, 1979 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.
ચાર વખત નાણામંત્રી રહી ચુકેલા પી.ચિદમ્બરમે કુલ 8 બજેટ સંસદમાં રજૂ કર્યા છે.
ચિદમ્બરમ પ્રથમ વખત એચ.ડી.દેવગૌડાની આગેવાનીમાં બનેલા સંયુક્ત મોર્ચા સરકારમાં એક જૂન, 1996માં નાણામંત્રી બન્યા હતા. તે 21 એપ્રિલ, 1997 સુધી નાણામંત્રી રહ્યા. તે બાદ એક મે, 1997થી લઇને 19 માર્ચ, 1998 સુધી તે તત્કાલીન વડાપ્રધાન ઇંદ્ર કુમાર ગુજરાલની સરકારમાં નાણામંત્રી રહ્યા હતા.
સૌથી નાનું બજેટ 1977માં માત્ર 800 શબ્દોનું રજૂ થયું હતું
1999થી બજેટ સાંજની જગ્યાએ સવારે રજૂ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સૌથી મોટું બજેટ મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સૌથી નાનું બજેટ 1977માં માત્ર 800 શબ્દોનું રજૂ થયું હતું. વર્ષ 2017 થી રેલ બજેટ નાણાં બજેટનો હિસ્સો બન્યું. વર્ષ 2021-22માં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થયું હતું
આ ખાસ વાત પણ જાણો......
ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ થયું હતું
સૌથી વધુ વખત મોરારજી દેસાઇએ બજેટ રજૂ કર્યું
મોરારજી દેસાઇએ 10 વખત બજેટ રજૂ કર્યું
પી ચિદમ્બરમએ 9 વખત બજેટ રજૂ કર્યુ
પ્રણવ મુખરજીએ 8 વખત બજેટ રજૂ કર્યુ
1999માં પ્રથમ વખત સાંજની જગ્યાએ સવારે બજેટ રજૂ થયું
મનમોહન સિંહના બજેટ ભાષણમાં 18650 શબ્દો હતા
વર્ષ 2017 થી નાણાં બજેટનો હિસ્સો બન્યું રેલ બજેટ
1977માં સૌથી નાનું બજેટ રજૂ થયું
1977માં માત્ર 800 શબ્દોનું બજેટ રજૂ થયું હતું
વર્ષ 2021-22માં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થયું
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ
આજના બજેટમાં સામાન્ય લોકોને ટેક્સમાં છૂટ મળવાની આશા છે. કારણ કે, કોરોનાકાળમાં લોકોની આવક પર મોટી અસર થઇ છે. સાથે જ મહિલાઓને પણ આ બજેટમાં ખાસ આશા છે. શિક્ષાના પ્રસાર સાથે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી છે એક તરફ મહિલાઓ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે, તો બીજી તરફ સ્ટાર્ટઅપ કંપનીઓના માધ્યમથી બિઝનેસમાં નામ કમાઈ રહી છે. જેથી આ સામાન્ય બજેટમાં મહિલાઓની આશા અને અપેક્ષામાં વધારો થયો છે. કોરોનાકાળની કપરી પરિસ્થિતિ વચ્ચે રજૂ થનારા બજેટમાં લોકોની નજર આરોગ્ય ક્ષેત્રે ફાળવવામાં આવતી રકમ પર પણ રહેશે.
ક્રિપ્ટોકરન્સી મુદ્દે મુખ્ય આર્થિક સલાહકારે આપ્યું છે મોટું નિવેદન
આ અગાઉ ગઈકાલે તેમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જેમાં ક્રિપ્ટોકરન્સીને લઇને કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી. જેથી મુખ્ય આર્થિક સલાહકારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા સંતુલિત વલણ અપનાવશે.
ક્રિપ્ટોકરન્સી મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય
ક્રિપ્ટોકરન્સીની મોટી અસર દેશની નાણાકીય સ્થિરતા પર જોવાઈ શકે છે. જેથી સરકાર આને લઇને પગલું ભરી શકે છે. અત્યારે દેશમાં ક્રિપ્ટોકરન્સી પર કોઈ પ્રકારના પ્રતિબંધ નથી અને સરકારે આને રેગ્યુલેટ પણ કર્યું નથી.
રોકાણકારોની બજેટ પર નજર
ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં મોટી માત્રામાં રોકાણ કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે કે, સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે. ચોમાસૂ સત્રમાં આશા હતી કે, સરકાર ક્રિપ્ટોકરન્સી માટે અમૂક નિયમો અંગે જાહેરાત કરશે, પરંતુ એવું થયું નથી. હવે રોકાણકારો બજેટ સત્ર પર મીટ માંડીને બેઠા છે.
સામાન્ય બજેટ પહેલાં આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય
સામાન્ય બજેટ પહેલાં આંધ્ર પ્રદેશના સરકારી કર્મચારીઓને મોટી ખુશખબરી મળી છે. સરકારે પોતાના કર્મચારીઓની નિવૃત્તિની ઊંમર 60 વર્ષથી વધારીને 62 કરી છે. સરકારના આ વટહુમકને રાજ્યપાલ બિશ્વભૂષણે મંજૂરી આપી છે. સરકાર દ્વારા આ અંગેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ આદેશ 1 જાન્યુઆરીથી માન્ય ગણાશે. આંધ્ર પ્રદેશની જગન મોહન રેડ્ડી સરકારના આ નિર્ણયનો લાભ લાખો કર્મચારીઓને મળશે. આ મહિનાની શરૂઆતમાં જગન મોહન રેડ્ડીએ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સાથે જ નિવૃત્તિની ઊંમર 2 વર્ષ વધારવાની જાહેરાત કરી હતી. જેની સૂચના 31 જાન્યુઆરીએ જાહેર કરી હતી.