બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / FM came to the press conference after presenting the budget, made an important statement for the convenience of tax payers

2023 બજેટ / બજેટ રજૂ કર્યાં બાદ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યાં FM, કરદાતાઓની સુવિધા માટે આપ્યું મહત્વનું નિવેદન

Hiralal

Last Updated: 05:57 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ રજૂ કર્યાં બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામણે પ્રેસ કોન્ફરન્સ કરીને દરેક જાહેરાતનો વિસ્તારથી જવાબ આપ્યો.

  • બજેટ બાદ નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ 
  • નવી કર વ્યવસ્થા વધુ આકર્ષિત 
  • કોઈને જુનામાં રહેવું હોય તો રહી શકે
  • મોંઘવારી ઘટાડવા માર્કેટમાં ઘઉં રિલિઝ કર્યાં  

બજેટ બાદ નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બજેટની દરેક મોટી જાહેરાત અંગે તેમના તરફથી વિસ્તારથી સમજાવવામાં આવી રહ્યું છે. 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર એક મોટી વાત 
નિર્મલા સીતારમણે એ વાત પર ભાર મૂક્યો છે કે આ બજેટ દ્વારા ફરી એકવાર ડિજિટલ ઇન્ડિયાની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ એપિસોડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર બનવું જરૂરી છે.

નવી કર વ્યવસ્થા વધુ આકર્ષિત 
નાણામંત્રીએ આ બજેટમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો છે. તેમના તરફથી મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. હવે આ જ રાહત પર નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર નવી ટેક્સ સિસ્ટમમાં આવવા કોઈને પણ દબાણ નથી કરી રહી. જુની સિસ્ટમમાં રહેવા માટે દરેકના પોતાના કારણો હોઈ શકે છે. તેમના તરફથી માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે નવી સિસ્ટમમાં વધુ છૂટ આપવામાં આવી છે, તેને વધુ આકર્ષક બનાવવામાં આવી છે.

મોંઘવારી ઘટી, સરકારે જરૂરી પગલાં લીધા- નાણામંત્રી
મોંઘવારીના સવાલ પર નાણામંત્રીએ કહ્યું છે કે, સરકારે મોંઘવારીને ગંભીરતાથી લીધી છે. આરબીઆઈ દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો હતો એ વાત સાચી છે, પરંતુ એ પણ સમજી લેવું જોઈએ કે સરકારે જમીની વાસ્તવિકતા મુજબ દરેક પગલું ભર્યું છે.

બજારમાં રિલિઝ કર્યાં ઘઉં 
નાણામંત્રીએ કહ્યું કે રસોડાની મોંઘવારી ઘટાડવા માટે સરકારે બજેટ પહેલા ઘઉં બજારમાં છોડવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં, આને કારણે મોંઘવારી ઘટશે જરૂરી નથી કે બજેટમાં દરેક વાતનો ઉલ્લેખ કરવામાં આવે. સરકારે તે દિશામાં પહેલેથી જ પગલાં લીધાં છે.

5 ટ્રિલિયનનો લક્ષ્યાંક હાંસલ કરીશું
ગઈકાલે ઇકોનોમિક સર્વે દરમિયાન કહેવામાં આવ્યું હતું કે આવનારા વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થા 7 ટ્રિલિયન થઇ જશે. આ પહેલા રજૂ થયેલા બજેટમાં પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની વાત થઇ હતી. આ સવાલ પર નિર્મલા સીતારમણે કહ્યુ કે સરકાર બંને ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે કામ કરી રહી છે. લક્ષ્યો પ્રાપ્ત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

2023 budget Budget 2023 FM nirmala sitharaman budget 2023 news એફએમ નિર્મલા સીતારામણ બજેટ 2023 Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ