હજુ ઉતરાયણને વાર છે ત્યાં મોતના સમાચાર, પતંગની દોરી ગળામાં આવી જતા યુવકનું મોત

By : admin 07:32 PM, 11 January 2019 | Updated : 07:32 PM, 11 January 2019
મહીસાગરઃ ઉતરાયણની મજા અન્ય માટે સજા બની ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હજુ ઉતરાયણને વાર છે ત્યાં મોતના સમાચાર આવી રહ્યાં છે. મહીસાગરમાં પતંગની દોરી ગળામાં આવી જતા યુવકનું મોત નિપજ્યુ છે. વીરપુરના બલિયાદેવ મુવાડા ગામે યુવકનું મોત થયું છે. યુવકના મૃતદેહને વીરપુર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

ધારદાર, કાચથી રંગેલી દોરી અને ચાઇનીજ દોરી પતંગ તો કાપે છે પણ કોઇના જીવ પણ લઇ લે છે. પતંગ રસિકો પોતાની ધૂમમાં મસ્ત હોય છે પરંતુ તેને દોરી કોઇના રક્તથી રંજીત થઇ જાય છે. ત્યારે વીટીવી આપને અપીલ કરી રહ્યું છે કે, ઉતરાયણ મનાવો પરંતુ કોઇનો જીવ લઇને નહીં, ચાઇનીજ દોરીનો ઉપયોગ ન કરો, કાચથી રંગેલી દોરી બને છે ઘાતકી... તેથી આનાથી ઉતરાયણ ન મનાવો.

ઉતરાયરણ દરમિયાન બાઇક અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ પોતાના ગળે રૂમાલ કે મફલર બાંધેલુ રાખે. બાઇક પર સેફ્ટિ સ્ટેન્ડ લગાવી દે.Recent Story

Popular Story