બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:31 PM, 19 February 2025
અમેરિકામાં હાલ ફ્લૂ કોરોના વાયરસ કરતા વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. આ રોગ સંક્રમણ હાલ કેલિફોર્નિયામાં સૌથી ઘાતક શ્વાસને લાગતો રોગ બની ગયો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. નિષ્ણાતોના મતે રસીકરણના રેટમાં આવેલા ઘટાડાને કારણે આ અસર જોવા મળી રહી છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર આ સિઝનમાં અત્યાર સુધીમાં ફક્ત 44% પુખ્ત વયના લોકો અને 46% બાળકોએ જ ફ્લૂની રસી લીધી છે.
ADVERTISEMENT
1 ફેબ્રુઆરી સુધીમાં કેલિફોર્નિયામાં ફ્લૂ ટેસ્ટ પોઝિટિવિટી દર 27.8% સુધી પહોંચ્યો હતો જ્યારે કોવિડ કેસ માત્ર 2.4% હતા. માહિતી અનુસાર 1 જુલાઈથી ફ્લૂને કારણે 561 મૃત્યુ નોંધાયા છે જેમાંથી મોટાભાગના 65 વર્ષથી વધુ ઉંમરના લોકો હતા.
ADVERTISEMENT
બાળકો માટે વધતો ખતરો
આ વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફ્લૂના બે અલગ અલગ પ્રકારો - H1N1 અને H3N2 - એકસાથે ફેલાઈ રહ્યા છે જેના કારણે વારંવાર ચેપ લાગવાનું જોખમ વધી રહ્યું છે. બાળકોમાં એક નવો જીવલેણ રોગ "એક્યુટ નેક્રોટાઇઝિંગ એન્સેફાલોપથી" (ANE) જોવા મળી રહ્યો છે જે મગજને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેનો મૃત્યુદર લગભગ 50 છે જેના કારણે પેરેન્ટ્સની ચિંતામાં વધારો થયો છે. આ ફ્લૂ સીઝનમાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે જ્યારે આ જ સમયગાળા દરમિયાન કોરોના વાયરસથી માત્ર 3 બાળકોના મોત થયા છે.
વધુ વાંચો: ઓનલાઇન લાઇફ પાર્ટનર શોધવો મહિલાને ભારે પડ્યું, 4.3 કરોડ ગુમાવવાનો વારો આવ્યો
નિષ્ણાતો કહે છે રસી છે જરૂરી
અમેરિકામાં અત્યાર સુધીમાં અંદાજે 29 મિલિયન લોકો ફ્લૂથી સંક્રમિત થયા છે. 3 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને16000 લોકોએ જીવ ગુમાવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે ફ્લૂના ગંભીર કિસ્સાઓમાં MRSA ન્યુમોનિયા જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે. જે ફેફસાંને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. આરોગ્ય અધિકારીઓએ લોકોને રસી કરાવવા અને નિવારક પગલાં લેવાની સલાહ આપી છે કારણ કે ફ્લૂનો પ્રકોપ આગામી 1 થી 2 મહિના સુધી ચાલુ રહેવાની ધારણા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.