આયોજન / Ahmedabad : જાણો કઈ તારીખે શરુ થશે ફ્લાવર શો, શું હશે ટીકીટની કિંમત

દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.4 જાન્યુઆરીથી ફ્લાવર શો અમદાવાદીઓ માણી શકશે.આ વખતે ફ્લાવર શોની ટિકિટના AMC દ્વારા શોની પ્રવેશ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.શનિ અને રવિવારે 50 રૂપિયા પ્રવેશ ફી લેવામાં આવશે. સોમ-શુક્રવારના ટિકિટના રૂપિયા 20 રહેશે. 88 હજાર 500 સ્કેવર મીટરમાં ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે.આ વખતે ગાંધી જન્મજયંતિની ઝલક જોવા મળશે.સંજીવની પહાડ ખાસ આકર્ષણ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ