અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાનું એલર્ટ, 15 લાખ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા સુચના

By : vishal 02:35 PM, 13 September 2018 | Updated : 02:35 PM, 13 September 2018
અમેરિકામાં આ અઠવાડિયાના અંત સુધીમાં ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. વર્જીનીયા, નોર્થ અને સાઉથ કૈરોલિનાના તટીય વિસ્તારમાં રહેનારા 15 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી દેવાઈ છે. 

તો હવામાન વિભાગ દ્વારા દરિયામાં હાઈ ટાઈડની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકામાં 220 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે નોર્થ અને સાઉથ કૈરોલિનામાં ઈમરજન્સી પણ જાહેર કરી છે અને લોકોને સુરક્ષિત સ્થળે હિજરત કરવા અપીલ કરી છે. 

બીજી તરફ લોકો વાવાઝોડાના પ્રકોપથી બચવા પોતાના ઘરને પણ સુરક્ષિત કરી રહ્યા છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ હાલ તેઓ એકત્ર કરી રહ્યાં છે. તો આ વાવાઝોડાના પગલે આગામી અઠવાડિયામાં ટેનેસી, જોર્જીયા, વેસ્ટ વર્જીનીયા, ઓહિયો, પેન્સિલવેનિયા, મૈરીલેન્ડ અને ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story