બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / હવે હરિયાણામાં કરાશે ફ્લોર ટેસ્ટ? કોંગ્રેસે એકાએક રણનીતિ બદલતા રાજકારણમાં ગરમાવો

નવાજૂનીના સંકેત / હવે હરિયાણામાં કરાશે ફ્લોર ટેસ્ટ? કોંગ્રેસે એકાએક રણનીતિ બદલતા રાજકારણમાં ગરમાવો

Priyakant

Last Updated: 01:20 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haryana Political Crisis Latest News : વર્તમાન ભાજપ શાસિત રાજ્ય સરકાર સામે કોંગ્રેસ ફ્લોર ટેસ્ટની માંગ કરી, કેબિનેટ મંત્રીએ કહ્યું અમે ફ્લોર ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર તો CM એ કહ્યુ, કોંગ્રેસ પાર્ટીના નેતા ભૂપેન્દ્ર હુડ્ડાએ પહેલા તેમના ધારાસભ્યોનું પરીક્ષણ કરવું જોઈએ

Haryana Political Crisis : હરિયાણા રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ લોકસભા ચૂંટણી બાદ હવે રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે હવે ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે કે, વર્તમાન ભાજપ શાસિત રાજ્ય સરકાર સામે કોંગ્રેસ ફ્લોર ટેસ્ટની માંગ કરી રહી છે. એવી ચર્ચા હતી કે, ભૂપિન્દર સિંહ હુડ્ડા રાજ્યપાલને મળશે અને ફ્લોર ટેસ્ટની પણ માંગ કરી શકે છે . હરિયાણાના કેબિનેટ મંત્રી કંવરપાલ ગુર્જરે આ અંગે નિવેદન આપ્યું છે. કંવરપાલ ગુર્જરે કહ્યું કે, અમે ફ્લોર ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ, અમે અમારી બહુમતી પણ સાબિત કરીશું.

હરિયાણામાં લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસે હવે રાજ્યની રાજનીતિ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નોંધનિય છે કે, કોંગ્રેસ લાંબા સમયથી હરિયાણામાં ફ્લોર ટેસ્ટની માંગ કરી રહી છે. પરંતુ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ હજુ સુધી રાજ્યપાલને મળ્યું નથી. એવી ચર્ચા છે કે, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા શનિવારે હરિયાણાના રાજ્યપાલને મળી શકે છે અને ફ્લોર ટેસ્ટની માંગ પણ કરી શકે છે. હવે ફ્લોર ટેસ્ટના મુદ્દે હરિયાણામાં રાજકીય તાપમાન ફરી એકવાર ગરમાયું છે અને અનેક અટકળોને વેગ મળ્યો છે.

અમે ફ્લોર ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર: કેબિનેટ મંત્રી

હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી કંવરપાલ ગુર્જરે કહ્યું કે, અમે ફ્લોર ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને અમે અમારી બહુમતી પણ સાબિત કરીશું. કેબિનેટ મંત્રી કંવરપાલ ગુર્જરે ફરી એકવાર કોંગ્રેસની જૂથવાદ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસમાં સ્વાભિમાની નેતાઓની તાકાત ઘટવા લાગી છે. પહેલા આ પાર્ટી એક ખાસ વ્યક્તિની હતી પરંતુ હવે તે પણ દેશ વિરોધી વાતો કરવા લાગી છે. ચોક્કસપણે સ્વાભિમાની નેતા ચોક્કસપણે પાર્ટીને વિદાય આપશે.

આવો જાણીએ શું કહ્યુ હરિયાણાના મુખ્યમંત્રીએ ?

હરિયાણામાં કોંગ્રેસની ફ્લોર ટેસ્ટની માંગને લઈ હવે મુખ્યમંત્રી નાયબ સૈનીએ પણ પ્રતિક્રિયા આપી હતી. CM નાયબ સૈનીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના નેતા ભૂપેન્દ્ર હુડ્ડાએ પહેલા તેમના ધારાસભ્યોનું પરીક્ષણ કરવું જોઈએ કે તેઓ કેટલા એકજૂથ છે. બીજી તરફ ચૂંટણીમાં વધુ સમય બાકી ન હોવાથી કોંગ્રેસ પણ ફ્લોર ટેસ્ટ માટે વધુ પ્રયાસો કરી રહી નથી.

વધુ વાંચો : અનામત 65 નહીં, 50 ટકા જ રહેશે, બિહાર સરકારને પટના હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો

જાણો શું છે હરિયાણાનું સમીકરણ ?

હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. ભાજપ પાસે 40 અને કોંગ્રેસ પાસે 30 ધારાસભ્યો છે, જ્યારે JJP પાસે 10 ધારાસભ્યો છે. જ્યારે બાકીના પર અપક્ષોનો કબજો છે. જોકે હવે મુલાનાથી કોંગ્રેસના ધારાસભ્ય સાંસદ બની ગયા છે અને રાજીનામું આપી દીધું છે. બે અપક્ષ અને ગોપાલ કાંડા ભાજપને સમર્થન આપે છે જ્યારે અન્ય કોંગ્રેસની તરફેણમાં છે. બહુમતીનો આંકડો 44 છે. જેના કારણે ભાજપ એક સીટ દૂર છે. આવી સ્થિતિમાં ફ્લોર ટેસ્ટની સતત માંગ છે. નોંધનિય છે કે, હરિયાણામાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Floor Test In Haryana Haryana CM Haryana Political Crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ