બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / કેનેડામાં પૂરથી ભારે તબાહી, અબજોપતિ રેપરની 800 કરોડની હવેલીમાં ઘુસ્યા પાણી, જુઓ વીડિયો
Last Updated: 03:31 PM, 18 July 2024
Rapper Darke Home Flood : કેનેડાના ટોરેન્ટોમાં ભારે વરસાદને કારણે આવેલ પૂરે તારાજી સર્જી છે. વરસાદના અભાવે અનેક લોકો ગરમીથી ત્રસ્ત છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ લોકો માટે મુશ્કેલીનો વિષય બન્યો છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો વરસાદથી પરેશાન છે. એવું જ કંઈક કેનેડાના ટોરોન્ટોમાં જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસવા લાગ્યા છે. જે લોકોનું ઘર નીચા સ્તરે આવેલું છે તેમના ઘરમાં પાણી ભરાઈ જાય છે. કેનેડિયન રેપર ડ્રેક પૂરના પાણીમાંથી બચી શક્યો ન હતો. જેનો વીડિયો તેણે પોતે શેર કર્યો છે.
ADVERTISEMENT
Drake’s mansion looks to have been flooded via his IG Story 😲 pic.twitter.com/uzHnExgToB
— Wost🐰 (@mosthiphop) July 16, 2024
રેપરની હવેલીમાં પાણી ઘૂસી ગયા
ADVERTISEMENT
કેનેડિયન રેપર ડ્રેકની હવેલીનું નામ એમ્બેસી છે જેમાં પૂરના ગંદા પાણી ઘૂસી ગયા હતા. રેપરે પોતે એક વીડિયો શેર કર્યો છે જેમાં પૂરનું પાણી ઝડપથી તેના ઘરમાં ઘૂસતું જોવા મળી રહ્યું છે. એક વ્યક્તિ ગેટ બંધ કરીને પાણી રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તેના તમામ પ્રયાસો નિરર્થક જણાય છે. ડ્રેક પોતે વાઇપર સાથે ચાલતો જોવા મળે છે. તેને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે જો તે એસ્પ્રેસો માર્ટીની હોત તો સારું થાત. તમને જણાવી દઈએ કે, એસ્પ્રેસો માર્ટીની એક પ્રકારનું પીણું છે. આ વીડિયો શેર કરતી વખતે ડ્રેકએ કેપ્શનમાં લખ્યું, આ એસ્પ્રેસો માર્ટિની હોવી જોઈએ.
વધુ વાંચો : કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર સેટલ થતા વિદ્યાર્થીઓને ઝટકો! નવા નિયમથી ડિપોર્ટ થવાનો ખતરો
આવો જાણીએ કેટલી છે રેપરના ઘરની કિંમત ?
તમને જણાવી દઈએ કે કેનેડિયન સિંગર અને રેપર ડ્રેકએ આ લક્ઝુરિયસ હવેલી 2018માં ખરીદી હતી. જ્યાં તેમનું ઘર બનેલ છે તે જગ્યાને મિલિયોનેર રો એટલે કે મિલિયોનેર લેન કહેવામાં આવે છે. આ ઘર ખરીદ્યા પછી ડ્રેકએ તેને ફરીથી ડિઝાઇન કરાવ્યું હતું. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ડ્રેકના આ આલીશાન ઘરની કિંમત 800 કરોડ રૂપિયાથી વધુ છે. તમને જણાવી દઈએ કે, કેનેડાના ટોરન્ટોમાં રેકોર્ડ વરસાદ થયો છે અને શહેરમાં પાવર સપ્લાય પણ બંધ થઈ ગયો છે. માત્ર 4 કલાકના સમયગાળામાં ત્યાં સમગ્ર જુલાઈ મહિના કરતાં વધુ વરસાદ થયો છે. એક અહેવાલ કહે છે કે ટોરોન્ટો, કેનેડામાં 1938 પછી સૌથી વધુ વરસાદ પડ્યો છે અને ત્યાં વધુ વરસાદની અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.