Floods and landslides wreak havoc in southern Philippines, 31 dead
તબાહી /
દક્ષિણ ફિલિપાઈન્સમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી, 31ના મોત
Team VTV08:01 PM, 28 Oct 22
| Updated: 09:20 PM, 28 Oct 22
ફીલીપાઈન્સમાં પુર અને ભુસ્ખલનનાં કારણે ભારે તબાહી મચી છે. ત્યારે 26 લોકો તો પાડોશીત તટીય શહેર દાતુ ઓડિન સિન્સુઆટ અને દાતુ બ્લાહ સિન્સુઆતમાં પાંચ લોકોનો જીવ ઉપી શહેરમાં ગયો છે.
દક્ષિણ ફિલિપાઈન્સમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી, 31ના મોત
વરસાદ અને પુરના કારણે ભુસ્ખલન સર્જાયું
મેયર માર્શલ સિનસુઆતના જણાવ્યા મુજબ પાંચ લોકો હજુ પણ ગુમ
ફીલીપાઈન્સમાં પુર અને ભુસ્ખલનનાં કારણે ભારે તબાહી મચી છે. ત્યારે 26 લોકો તો પાડોશીત તટીય શહેર દાતુ ઓડિન સિન્સુઆટ અને દાતુ બ્લાહ સિન્સુઆતમાં પાંચ લોકોનો જીવ ઉપી શહેરમાં ગયો છે. મેયર માર્શલ સિનસુઆતના જણાવ્યા મુજબ પાંચ લોકો હજુ પણ ગુમ છે.
ફિલીપાઈન્સનાં એક દક્ષિણ પ્રાંતમાં આખી રાત વરસાદના કારણે પુર અને ભુસ્ખલનનાં કારણે ઓછામાં ઓછા 31 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ કેટલાક લોકો ગુમ છે. તેમજ કેટલાક લોકો ઘરમાં ફસાઈ જવા પામ્યા છે. શુક્રવારે અધિકારીએ જણાવ્યા હતું કે પૂર્વ ગેરિલીયા લડાકુ પ્રાંત દ્વારા પ્રશાસિત પાંચ મુસ્લિમ સ્વતંત્ર પ્રાંતોનાં ત્રણ શહેરોના સ્વતંત્ર ગૃહમંત્રી નાગુઈબ સિનારિમ્બોએ કહ્યું કે મૈગોઈન્ડા પ્રાંતના ત્રણ શહેરો કુદરતી આપત્તિ સામે ખૂબ જ પ્રભાવિત છે. જ્યાં પુરમાં ડૂબવાથી અને કાટમાળમાં દબાઈ જવાથી અનેક મોત થવા પામી છે.
સિનારિમ્બોએ મીડિયાને ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આખી રાત મૂશળધાર વરસાદને કારણે કાટમાળની સાથે પાણી પણ પહાડો પરથી નીચે નદીમાં આવી રહ્યું છે. જેથી પુર આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે હું આશા રાખું છું કે હજુ પણ જાનહાનિ સંખ્યા વધે નહી હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં અમે પહોચી શક્યા નથી. શુક્રવાર સવારથી વરસાદનું પ્રમાણ મધ્યમ થયું છે. જેથી પુરનું પાણી ઘટી રહ્યું છે. મેયર, ગર્વનર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓને મળતી માહિતી મુજબ પડોશી તટીય શહેરો દાતુ ઓડિન સિન્સુઆત અને દાતુ બ્લાહ સિન્સુઆતમાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ઉપી શહેરમાં પાંચ લોકોના મોત થયા છે.
દાતુ બ્લાહ સિનસુઆતના મેયર માર્શલ સિન્સુઆતે જણાવ્યું હતું કે શહેરમાં પાંચ લોકો ગુમ છે.સિનારિમ્બોના જણાવ્યા અનુસાર, અન્ય સ્થળોએથી વધુ ચાર લોકો ગુમ થયાના અહેવાલ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉષ્ણકટિબંધીય તોફાન નલગેઈના કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તે શનિવારે પૂર્વ કિનારાના વિસ્તારમાં ત્રાટકવાની શક્યતા છે.સરકારી હવામાનશાસ્ત્રી સેમ દુરાને શુક્રવારે બપોરે જણાવ્યું હતું કે તે ઉત્તરી સમર પ્રાંતના પૂર્વીય શહેર કેટરમેનથી 180 કિલોમીટર દૂર હતું અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન લાવે છે.કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે રાજધાની મનીલા સહિત ડઝનેક પ્રાંતો અને શહેરોને વર્ષના 16મા વાવાઝોડાને ધ્યાનમાં રાખીને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.