બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / Flood in Jamnagar: Disaster raining down from the sky, these scenes are shocking
Last Updated: 06:13 PM, 13 September 2021
ADVERTISEMENT
સમગ્ર સૌરાષ્ટ્રને ઘમરોળતા મેઘરાજાએ સૌરાષ્ટ્રની જનતાને વર્સાદીથી પાણીથી થકવી નાખી છે, ભારે ખના ખારાબીનો ચિતાર આપતા સૌરાષ્ટ્રમાં રવિવાર રાત્રીથી સોમવાર બપોર સુધી મેઘ તાંડવના દર્શન થયા જેવી અનુભૂતિ નાગરીકો કરી રહ્યા છે.
ક્યાં -ક્યાં ભારે વરસાદ
રાજકોટ-જામનગર -જૂનાગઢ જેવા પંથકમાં ભારે વરસાદના પગલે રાજ્યના 159 રસ્તાઓ પ્રભાવિત થતા બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ,જામનગરનો એક નેશનલ હાઈ-વે બંધ કરાયો, તો રાજ્યના 28 મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે.રાજકોટના લોધીકામાં 18 ઇંચ,જૂનાગઢના વિસાવદરમાં 15 ઇંચ, જામનગરના કાલાવડમાં 14 ઇંચ અને રાજકોટમાં 12 ઇંચ વરસાદ ખાબતા જન-જીવન તહસ-નહસ થઇ ગયું છે. કેટલાય વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે અને ઢોર-ઢાંખરથી માંડીને સામાન્ય માનવી જીવ બચાવવા જદ્દોજહદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રીનું હવાઈ નિરીક્ષણ આજે શક્ય નહિ
સૌરાષ્ટ્ર પંથકનો આ ચિતાર જોઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ માટે મન બનાવ્યું છે પરંતુ એરફોર્સ તરફથી લીલીઝંડી મળ્યા બાદ જ તેઓ હવાઈ નિરીક્ષણ કરી શકશે. શક્ય છે કે, અત્યારે પણ વાતાવરણ અનુકૂળ ના હોય,એરફોર્સનું હેલીકોપ્ટર કે વિમાન ઉડી ના શકે, તેવી સ્થતિમાં મુખ્યમંત્રી આવતી કાલે હવાઈ નિરીક્ષણ માટે જાય તેવી શક્યતા બને છે.
NDRF રવાના
રાજ્યના મુખ્યમંત્રીનાં નિર્દેશથી અમદાવાદથી NDRFની ટીમ રવાન કરી દેવામાં આવી છે પૂર પ્રભાવિત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી સમિક્ષા કરી યોગ્ય નિર્ણય કરે તેવી અપેક્ષા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની છે
શપથ બાદ શીઘ્ર બેઠક
મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ બાદ તુરત જ મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી જામનગર-જુનાગઢ-રાજકોટ જેવા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિનો ઉચ્ચસ્તરીય બેઠકમાં ચિતાર મેળવ્યો હતો. સાથોસાથ મુખ્યમંત્રીએ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનાં હવાઈ નિરીક્ષણનો પણ મનસુબો બનાવ્યો છે.
જામનગર જિલ્લામાં રવિવાર રાત્રીથી વરસેલા અનરાધાર વરસાદે તબાહી મચાવી દીધી છે.આકાશી આફતના VTVનાં ગ્રાઉન્ડ રીપોર્ટમાં તારાજીના દૃશ્યો સામે આવ્યા છે.જામનગર જીલ્લામાં ઉતરેલા આફતના ઓળાને લઈને રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ પહેલા જ જામનગર કલેકટર સાથે ટેલીફોનીક વાતચિત કરી પૂરમાં ફસાયેલા લગભગ 200 થી વધુ લોકોના સ્થળાંતર અને રેસ્ક્યુ માટે આદેશ આપી દીધા હતા.
સાંસદ પૂનમ માડમ સક્રિય
જામનગર પંથકને મેઘરાજાએ રીતસર ઘમરોળી નાખ્યો હોય તેમ રવિવાર રાત્રીથી અત્યાર સુધીમાં લગભગ 10 થી 15 ઈંચથી વધુ વરસાદે જામનગર પંથકને ટાપૂમાં ફેરવી દીધો છે. રસ્તા-સડક- પરિવહન માર્ગ,અને ખેતરો જળજળાકાર થઇ જવા પામ્યા છે.કાલાવડ અને અલીયાબાડા વિસ્તારોમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનો ચિતાર VTVએ ગ્રાઉન્ડ થી રીપોર્ટીંગથી તાદૃશ કર્યો છે. જામનગર પંથકમાંથી પ્રતિનિધિત્વ કરતા કૃષિમંત્રી આર.સી .ફળદુ એ જામનગર પંથકની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. તો જામનગરના સાંસદ પૂનમ માડમે પણ રાહત-બચાવની સમિક્ષા કરી છે. સંકલન પણ કરી રહ્યા છે.
ગ્રામ્ય પંથક બે-હાલ
ભારે વરસાદના પગલે રાજ્ય ધોરીમાર્ગ પર વાહનનો અટવાઈ પડતા લાંબી કતારો લાગી હતી. તો રાજકોટથી કાલાવડ જવના માર્ગો પણ જળબંબાકાર હોવાથી વાહનવ્યવહાર ખોડન્ગાયો છે.જામનગર જીલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં બપોર બાદ ફરીથી વરસાદ શરુ થતા મુશ્કેલીઓ વધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.