બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:15 PM, 24 June 2024
Himachal Flash Flood : ચોમાસાની એન્ટ્રી પહેલા જ હિમાચલ પ્રદેશમાં હવામાનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વિગતો મુજબ અહીં લાહૌલ ખીણના ઉદયપુરમાં અચાનક પૂર આવ્યું છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ઉદયપુરથી તાંદીને જોડતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ BRO મશીનરી ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. માર્ગ બંધ થવાને કારણે મોટી સંખ્યામાં વાહનો અને HRTC બસો અટવાઈ છે. લાહૌલ સ્પીતિના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે આ અંગે પુષ્ટિ કરી છે.
ADVERTISEMENT
લાહૌલ ઘાટીમાં ઉદયપુર પાસે મેડગ્રાન ગટરમાં આ પૂર આવ્યું છે. જેના કારણે તેના ઉપરથી કાટમાળ અને પાણી પસાર થવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે. રસ્તો બંધ થવાને કારણે ફસાયેલા યુવક અક્ષય પંડિતે જણાવ્યું કે, તે સવારે 8 વાગ્યાથી ફસાયેલો છે. હાલ માર્ગ પુનઃસ્થાપિત થાય તેની રાહ જોવાઈ રહી છે. લાહૌલ સ્પીતિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાણવા મળ્યું છે કે, મધરાત્રે અચાનક પૂર આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફે જણાવ્યું કે, આ માર્ગ ઉદયપુરને તાંદીથી જોડે છે અને અહીં મદગ્રાન નાળામાં પૂર આવ્યું છે. તેમણે કહ્યું કે, અત્યારે પણ કાટમાળ અને પાણી વચ્ચે-વચ્ચે આવી રહ્યા છે. જેના કારણે રૂટ પુનઃસ્થાપિત થયો નથી. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનનું તંત્ર ઘટનાસ્થળે રવાના થઈ ગયું છે અને બે કલાકમાં માર્ગ પૂર્વવત થઈ જવાની આશા છે.
ADVERTISEMENT
બસો અને વાહનો અટવાયા હતા
ADVERTISEMENT
આ માર્ગ લાહૌલના મુખ્યાલયને જોડે છે અને મનાલી માટે આ જ રૂટ છે આવી સ્થિતિમાં વહેલી સવારે મુસાફરી કરતા લોકો આ રૂટ પર ફસાયા છે. HRTC બસો અને અન્ય લોકો પણ રસ્તો ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે, વરસાદ અથવા ગ્લેશિયર ઓગળવાને કારણે અચાનક પૂરની અપેક્ષા છે. જોકે અત્યારે ઘાટીમાં હળવા વાદળો છવાયેલા છે. હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. 27 જૂન પછી રાજ્યમાં ચોમાસું પ્રવેશી શકે છે. પરંતુ રવિવારે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.