Flipkart 25 ઓગ્સ્ટથી સુપર સેલનું આયોજન કરી રહ્યુ છે. સેલમાં ગ્રાહકોને ઘણી કેટેગરીઝમાં પ્રોડક્ટ્સ પર ઑફર્સ મળશે. સેલની શરૂઆત 25 ઓગ્સ્ટના રાતે 12 વાગ્યાથી શરૂ થશે. તમને જણાવી દઇએ કે Flipkart Plusની મેમ્બરશિપ ધરાવતા ગ્રાહકો માટે આ સેલ 24 ઓગ્સ્ટના રાતે 9 વાગ્યાથી શરૂ થશે. સેલમાં HDFC કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% સુધીનું ઇન્સટન્ટ કેશબેક મળશે. સ્માર્ટફોન્સ ઘરેલૂ સામાન લેપટોપ જેવી ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળશે.
સેલમાં કંપની રશ અવર સુપર ડીલ્સ એપિક 24 પ્રાઇસ ક્રેશ વગેરે જેવી ડિલ્સ લઇને આવી છે. તમામ ડીલ્સમાં ગ્રાહકો માટે ખાસ ઑફર્સ રહેશે. રશ અવર 25 ઓગસ્ટના 12AMથી શરૂ થઇને 2AM સુધી રહેશે. જેમાં યૂઝર્સને સામાન ખરીદવા પર વધારે છૂટ મળશે. એપિક 24 ડીલ હેઠળ કંપની 25 ઓગસ્ટના દરેક કલાકે નવી ઑફર લઇને આવશે.
સેલમાં ડીલ અંગે વધારે કોઇ ખુલાસો થયો નથી પરંતુ કંપનીએ સેલ માટે અલગ પેજ બનાવ્યુ છે. જ્યાં ઘણી કેટેગરીમાં પ્રોડક્ટ્સ પર મળનારી ઑફર્સની જાણકારી આપવામાં આવી છે. સેલમાં Asus Xiaomi Samsung Vivo જેવી બ્રાન્ડના સ્માર્ટફોન્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ ઘણા ફોન્સની ફ્લેશ સેલનું પણ આયોજન કરવામાં આવશે. સ્માર્ટફોન્સ સિવાય સ્માર્ટ ટીવીની ફ્લેશ સેલ પણ આયોજિત કરવામાં આવશે.
ટીવી ફ્રિજ જેવા ઘરેલૂ સામાનની ખરીદી પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. લેપટોપ કેમેરા જેવા ઇલેક્ટ્રોનિક સામાન પર પણ 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. બ્રાન્ડ્સની જો વાત કરવામાં આવે તો સેલમાં Samsung Phillips HP અને Canon જેવા બ્રાન્ડ્સ શામેલ છે.
Flipkart Super Saleમાં ફર્નિચર કૂકવેર જેવી પ્રોડક્ટ્સ પર 40-80% છૂટ મળશે. કપડા ફૂટવેર અને ફેશન એક્સસરિઝ પર 30-80% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ફેશનમાં Nike Lee Forever 21 જેવી બ્રાન્ડ્સ પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.