બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Flipkart inks pact with Adani Group, partnership to create 2,500 direct jobs

કરાર / ફ્લિપકાર્ટે અને અદાણી વચ્ચે થયો આ મહત્વનો સોદો, આટલા લોકોને સીધી રોજગારી મળશે

Hiralal

Last Updated: 05:06 PM, 12 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની સૌથી મોટી કંપની વોલમાર્ટની ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે અદાણી ગ્રુપ સાથે ભાગીદારીની જાહેરાત કરીને 2500 લોકોને રોજગારી પૂરી પાડવાની જાહેરાત કરી છે.

  • ફ્લિપકાર્ટે અદાણી ગ્રુપ સાથે ભાગીદારીની જાહેરાત કરી
  • 2500 લોકોને સીધી રોજગારી મળશે 
  • ફ્લિપકાર્ટ ચેન્નઈમાં ત્રીજા ડેટા સેન્ટરની શરુઆત કરશે 

એક નિવેદન જારી કરીને ફ્લિપકાર્ટે જણાવ્યું કે આ ભાગીદારી હેઠળ ફ્લિપકાર્ટ તેના સપ્લાય ચેન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા તથા ઝડપથી વધી રહેલા પોતાના ગ્રાહકોને સેવા પ્રદાન કરવાની ક્ષમતામાં વધારો કરવા અદાણી પોર્ટ્સ લિમિટેડ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની સંપૂર્ણ માલિકીવાળી કંપની અદાણી લોજિસ્ટીક લિમિટેડની સાથે મળીને કામ કરશે.

ફ્લિપકાર્ટ ચેન્નઈમાં પણ તેના ત્રીજા ડેટા સેન્ટરની પણ શરુઆત કરવાની છે. એમએસએમઈ અને સેલર્સને ટેકો આપવા ફ્લિપકાર્ટની સપ્લાય ચેઈનને મજબૂત કરવાની ઉપરાંત આને કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે અને 2500 સીધી નોકરીઓ તથા બીજી સેંકડો અપ્રત્યક્ષ નોકરીઓનું સર્જન કરશે. 
નું સર્જન કરશે.

બીજી તરફ વિશ્વસનીયતા, સુરક્ષા અને ટકાઉપણામાં ઉચ્ચ માપદંડોને પૂરા કરી શકે તેવી રીતે ડેટા સેન્ટરની રચના કરવામાં આવી છે.  અદાણીકોનેક્સ, એક્ઝોન્કેસ અને અદાણી એન્ટરપ્રાઈસ લિમિટેડની વચ્ચે એક સંયુક્ત સાહસ છે. આ ભાગીદારીની કોઈ નાણાકીય જાણકારી અપાઈ નથી. આ ભાગીદારી હેઠળ અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ  મુંબઈમાં પોતાની આગામી લોજિસ્ટિક હબમાં 5.34 લાખ ચોરસ ફૂટ ક્ષેત્રફળ ગોદામનું નિર્માણ કરશે જેને ફ્લિપકાર્ટને પશ્ચિમી ભારતમાં ઈ કોમર્સની વધતી માંગને પૂરી કરવા માટે ભાડાપટ્ટે આપવામાં આવશે.

નિવેદનમાં કહેવાયું કે આ કેન્દ્ર અત્યાધુનિક ટેકનોલોજીથી લેસ હશે અને 2020 ના ત્રીજા મહિનામાં તે કાર્યરત થવાની ધારણા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Adani Group Adaniconnex Flipkart અદાણી ગ્રુપ અદાણીકનેક્સ ફ્લિપકાર્ટ Flipkart inks pact with Adani Group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ