Flipkart ખૂબ જ પોપ્યુલર ઈ-કોમર્સ કંપની છે. પરંતુ હવે કંપનીને પોતાના એક કન્ઝ્યુમરને દંડ આપવો પડશે. હકીકતે એક મહિલાએ Flipkartમાંથી 12,499 રૂપિયાનો ફોન ઓર્ડર કર્યો હતો. પરંતુ તેને ફોનની ડિલીવરી ન મળી. તેણે તેના વિશે ફ્લિપકાર્ટથી ઘણી વખત કોન્ટેક્ટ કર્યું પરંતુ કંપનીનો રિસ્પોન્સ યોગ્ય ન હતો.
ખૂબ જ પોપ્યુલર ઈ-કોમર્સ કંપની છે Flipkart
મહિલાએ 12,499 રૂપિયોનો ફોન ઓર્ડર કર્યો
ડિલિવરી ન મળતા આપવો પડશે દંડ
ઓનલાઈન શોપિંગનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ ઓલાઈન શોપિંગ કરવી સરળ હોવાની સાથે સાથે રિસ્કી પણ હોઈ શકે છે. ઘણી વખત યુઝર્સને અલગ ઓર્ડર પણ મળી જાય છે. જ્યારે ઘણા કેસમાં ઓનલાઈન સામાન ઓર્ડર કર્યા બાદ પણ સામાન નથી મળતો.
પરંતુ ઘણી વખત આવું કરવું ઈ-કોમર્સ કંપનીને મોંઘુ પડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બેંગ્લોરની રહેવાસી મહિલાને હવે ફ્લિપકાર્ટ દંડ આપશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાએ 12,499 રૂપિયા મોબાઈલ ફ્લોપકાર્ટથી ઓર્ડર કર્યું હતું.
કસ્ટમર કેરથી પણ ન મળી મદદ
પરંતુ તેમને ફોનની ડિલીવરી ન મળી. તેમણે તેના વિશે ઘણી વખત ફ્લિપકાર્ટથી ઘણી વખત કોન્ટેક્ટ કર્યું પરંતુ કંપનીનો રિસ્પોન્સ યોગ્ય ન હતો. તેમને ઓર્ડર કરેલા ફોન પણ મળ્યા ન હતા. ત્યાર બાદ તેમણે તેના વિશે ફરિયાદ નોંધાવી.
તેના પર કન્ઝ્યુમર કોર્ટની તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ફ્લિપકાર્ટ મહિલાને મોબાઈલની કિંમત 12,499 રૂપિયા પરત કરે. તેના ઉપરાંત તેના પર 12 ટકા વાર્ષિક વ્યાજ પણ કંપની આપે. કોર્ટે એવું પણ કહ્યું છે કે કંપની 20 હજાર રૂપિયાનો ફાઈન અને 10 હજાર રૂપિયા લીગલ ખર્ચ માટે મહિલાને આપે.
કંપનીની બેદરકારી
બેંગ્લોર કન્ઝ્યુમર કોર્ટે કહ્યું છે કે ફ્લિપકાર્ટે ટર્મ્સ ઓફ સર્વિસમાં બેદરકારી બતાવી છે અને અનએથિકલ પ્રેક્ટિસેસને ફોલો કરી છે. ઓર્ડરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફોનને ટાઈમલાઈન પર ડિલિવરી ન હોવાના કારણે કસ્ટમરને ફાઈનાન્શિયલ લોસ અને મેન્ટલ ટ્રામાથી પસાર થવું પડ્યું.
ઓર્ડરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વગર ફોન ડિલિવરીએ જ મહિલા ઈન્સ્ટોલમેન્ટ આપતી રહી. કસ્ટમર કેરમાં સંપર્ક કર્યા બાદ પણ તેને કોઈ જવાબ ન મળ્યો. એવું પહેલી વાર નથી થયું તેના પહેલા પણ ઘણા કેસ આપણે જોઈ ચુક્યા છે. આ કારણે ઓનલાઈન શોપિંગ વખતે તમને સાવધાન રહેવાની જરૂર છે.