ફ્લિપકાર્ટ ઓનલાઇન સર્વિસેસ બોર્ડે કંપનીના 75 ટકા શેર વોલમાર્ટને વેચવાની મંજૂરી આપી દીધી છે. એની કિંમત લગભગ 15 અરબ ડોલર છે. આ મામલાના જાણકારોના પ્રમાણે આ અમેરિકાની કંપની દ્વારા દુનિયાભરમાં પગપેસારો કરવાનો એક મોટી ગેમ છે. આ કરારમાં સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશન પોતાની 20 ટકાથી વધારાની ભાગીદારી વેચી રહ્યો છે. સોફ્ટબેંકના ફ્લિપકાર્ટમાં શેર સામેલ છે. એક અધિકારીએ જણાવ્યું કે ગૂગલ પેરન્ટ અલ્ફાબેટ પણ વોલમાર્ટની સાથે આ કરારમાં સામેલ છે. એમને જણાવ્યું કે કરાર હજુ નક્કી નથી અને એમાં ફેરફારની શક્યતાઓ છે. જો કે 10 દિવસમાં બધું સામે આવી જશે.
આવું કરીને વોલમાર્ટ એમઝોનને પણ ઝટકો આપી શકે છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા હતી કે એમઝોન ફ્લિપકાર્ટના મોટા શેર ખરીદીને ભારતના બજાર પર કબ્જો કરવા ઇચ્છે છે. કહેવામાં આવી રહ્યું છે ફ્લિપકાર્ટે આ ડીલ વોલમાર્ટની સાથે એટલા માટે કરી છે. જેનાથી ભારતમાં એમજોનનું વર્ચસ્વને ઓછું કરી શકાય.
વોલમાર્ટ 1.3 બિલિયન લોકોના વધતા માર્કેટ પર પકડ બનાવવા ઇચ્છે છે અને ડિજીટલ માર્કેટમાં પોતાની શાખ મજબૂત કરવાના પ્રયત્નોમાં છે. એમઝોનની દુનિયાભરમાં લોકપ્રિયતા વધ્યા બાદ વોલમાર્ટને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકા અને ચીન બાદ ભારતના ગ્રાહક ઓનલાઇન માર્કેટમાં સૌથી વધારે છે.