દુનિયાની જાણીતી સર્ચ કંપની Googleએ ભારતમાં પોતાની ઑનલાઇન શોપિંગ વેબસાઇટ Google Shopping લોન્ચ કરી દીધુ છે. Googleએ ઇકોર્મસ સેક્ટરમાં આવતા જ ભારતમાં પહેલાથી લોકપ્રિય થઇ ચૂકેલા વેબસાઇટ જેવા કે Flipkart Amazon અને Paytmને ટક્કર મળી શકે છે. Googleના વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યુ કે ''Googleના માધ્યમથી અમે દુનિયામાં સૂચનાઓને તમામ લોકો માટે એક્સેસબલ અને ઉપયોગી બનાવીએ છીએ. આ માટે નવા શોપિંગ સર્ચ એક્સપરિયન્સને ભારતીય ગ્રાહકો માટે લોન્ચ કરી રહી છે જેની મદદથી ગ્રાહકો સરળતાથી પ્રોડક્ટ પર મળી રહેલા ઓફર્સને શોર્ટ આઉટ કરી શકે છે અને પોતાના માટે પ્રોડક્ટની પસંદગી કરી શકશે.''
Google Shopping ની મદદથી તમામ ગ્રાહકો મલ્ટીપલ ઇકોમર્સ સાઇટ્સ પર મળી રહેલા બેસ્ટ ઑફર્સને એકસાથે જોઇ શકાશે જેમાં રિટેલર્સ પણ શામેલ છે. Google Shopping યૂઝર્સને સરળ અને યૂઝર ફ્રેન્ડલી શોપિંગ એક્સપરિયન્સ આપશે. Googleએ આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેકશન્સ જોડ્યા છે જેમાં પ્રાઇસ ડ્રોપ્સ ટૉપ ડીલ્સ અને Google પર રહેલા ડીલ્સને એકસાથે જોઇ શકાશે. આ સિવાય મોબાઇલ ફોન સ્પીકર્સ વુનમ ક્લોથિંગ બુક્સ વૉચીઝ હોમ ડેકોર પર્સનલ કેયર અપ્લાયન્સિસ વગેરે કેટેગરી શામેલ છે.
આ સિવાય રિટેલ્સ માટે કંપનીએ હિન્દીમાં ‘Merchant Center’લોન્ચ કરશે જે હેઠળ કોઈપણ વ્યક્તિ Google Shopping પર પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે. ખાસ વાત એમ છે કે આ માટે સેલર્સ એડ કેમ્પેનના એકપણ પૈસા ચૂકવવાની જરૂર નહી પડે.
રિટેલર્સ અને ગ્રાહકોની વચ્ચેની કડી બનશે Google Shopping
Google Shopping પ્લેટફોર્મ રિટેલર્સ અને કન્ઝ્યૂમર્સ વચ્ચેની કડી બનશે. આ પ્લેટફોર્મ પર ટ્રાન્જેક્શન અને પ્રોડક્ટનસી ડિલિવરી જવાબદરી વેપારીની હશે. દેશના અંદાજિત 40 કરોડ ઇન્ટરનેટ યૂઝર્સ છે જોકે તેમાથી ત્રીજા ભાગએ જ ઓનલાઇન શોપિંગ કરી છે. આમા તે લોકોની સંખ્યા પણ શામેલ છે. જે ઓનલાઇન લવે-ટિકિટ બુક કરાવે છે. Googleના આ નવ ફીચર્સ દ્વારા લોકોને વધુ સારી ઓફર અને સસ્તી પ્રોડક્ટ મળશે તેવો કંપનીનો દાવો છે.
દેશના અંદાજિત 5.8 લાખ નાના તથા મધ્યમ બિઝનેસ છે. જેમાંથી 35% રિટેલ વેપારી છે. પરંતુ તેમાથી ખૂબ જ ઓછા એવા વેપારી છે જે ઓનલાઇન પ્લેટફોર્મ પર પોતાની પ્રોડક્ટ વેચે છે. આવા રિટલેર્સ માટે લાખો-કરોડો ગ્રાહકો સુધી પહોચવા અને પોતાની પ્રોડક્ટ્સ વેચવાનો મોટો અવસર છે.
Google Shopping પર પ્રોડક્ટ્સને લિસ્ટ કરવા માટે રિટેલર્સને કોઇ ચાર્જ ચુકવવાની જરૂર નહી પડે. Google લેન્સની અંદર ‘Style Search’ ઓપ્શનમાં યૂઝર્સ પોતાના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ લેન્સ એપથી કપડાં ફર્નિચર અને હોમ ડેકોરનો સામાન સર્ચ કરી શકશે.