બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:49 PM, 9 February 2025
ઘણીવાર લોકો માને છે કે એર હોસ્ટેસનું કામ ફક્ત પેસેન્જર સર્વિસનું જ હોય છે, પરંતુ એવું નથી હોતું. એર હોસ્ટેસ પાસે સિક્યોરિટી સાથે જોડાયેલા પણ ઘણા કામો હોય છે અને તેમને આ માટે ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જ્યારે વિમાન શરૂ થાય છે, ત્યારે તેના ટેક-ઓફ માટે ગ્રીન ફ્લેગ પણ એર હોસ્ટેસ દ્વારા જ આપવામાં આવે છે, જેમાં ફ્લાઇટનો ગેટ બંધ કરવાનો પણ સમાવેશ થાય છે. બધા મુસાફરો વિમાનમાં આવી ગયા બાદ, એર હોસ્ટેસ વિમાનનો ગેટ બંધ કરી દે છે, જે ખૂબ જ ટેકનિકલ અને મુશ્કેલ કાર્ય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે એક એર હોસ્ટેસ પ્લેનનો ગેટ બંધ કરી રહી છે.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે એક ફ્લાઇટ એટેન્ડન્ટ ગેટ બંધ કરે છે અને કેટલા લોક લગાવ્યા પછી, પ્લેનનો એક ગેટ બંધ થાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એર હોસ્ટેસ પહેલા ગેટ ખેંચીને બંધ કરે છે અને પછી તેના પર ત્રણ-ચાર લોક લગાવે છે. આ સાથે જ તે ગેટને સારી રીતે ચેક કરે છે કે કોઈ સમસ્યા તો નથી ને અને ગેટ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે કે નહીં. આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે પ્લેનનો ગેટ કેવી રીતે બંધ કરવામાં આવે છે.
ADVERTISEMENT
કયા-કયા કામો કરે છે એર હોસ્ટેસ?
જણાવી દઈએ કે એર હોસ્ટેસનું મહત્ત્વનું કામ ઈમરજન્સીમાં મુસાફરોની સુરક્ષા કરવાનું હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને, એર હોસ્ટેસને લાઈફ સેવર તરીકે પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યારે એર હોસ્ટેસને ટ્રેનિંગ આપવામાં આવે છે, ત્યારે તેમને સ્વિમિંગ પણ શીખવવામાં આવે છે. આ દરમિયાન, જો ફ્લાઇટ પાણીમાં લેન્ડ થાય તો મુસાફરોને કેવી રીતે બચાવવા તે અંગે ટ્રેનિંગ આપવામાં આવે છે. વિમાન પાણીમાં લેન્ડ કરે તો મુસાફરોને 90 સેકન્ડમાં કેવી રીતે બહાર કાઢવા તે પણ તેમને શીખવવામાં આવે છે.
આ પણ વાંચો: વરરાજાએ છપાવી લગ્નની અનોખી કંકોત્રી, જેને વાંચીને ખુશ થવાના બદલે મહેમાનો ડરી ગયા!
એટલું જ નહીં, એર હોસ્ટેસને ફાયર ફાઈટિંગ, બોમ્બ પકડવા અને બોમ્બ નિષ્ક્રિય કરવાની તાલીમ પણ આપવામાં આવે છે. ઉપરાંત, મેડિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે કે હાર્ટએટેક, અસ્થમા એટેક વગેરે પરિસ્થિતિઓમાં શું કરવું. આ ઉપરાંત, જો કોઈને કોઈ મેડિકલ ઇશ્યૂ હોય તો ઈમરજન્સીમાં કઈ સારવાર આપવી તે પણ તેમને શીખવવામાં આવે છે. તેમજ તેમને દવાઓ વિશે સામાન્ય જ્ઞાન હોય છે. એર હોસ્ટેસને પણ બોમ્બ અને તેને કેવી રીતે નિષ્ક્રિય કરવા તે વિશે માહિતી આપવામાં આવે છે. એવામાં એર હોસ્ટેસ દરેક ઈમરજન્સી માટે તૈયાર રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.