બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / fixed deposit highest interest rate up to 8 percent 3 years 1 lakhs investment

તમારા કામનું / FD પર કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે? એક લાખ પર થશે 26 હજારનો ફાયદો

Vikram Mehta

Last Updated: 08:21 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો પૈસા એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારે છે જ્યાં પૈસા સુરક્ષિત રહે અને વધુ રિટર્ન મળે. અહીંયા અમે તમને એવી બેન્ક વિશે જણાવી રહ્યા છીએ, જે ફિક્સ્ડ ડિપોઝીટ પર વધુ વ્યાજ આપે છે.

  • આ બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝીટ પર મળશે વધુ વ્યાજ
  • 26 હજાર સુધીનો મળશે નફો
  • ફિક્સ્ડ ડિપોઝીટ પર 8 ટકા સુધીનું વ્યાજ

મોટાભાગના લોકો પૈસા એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારે છે જ્યાં પૈસા સુરક્ષિત રહે અને વધુ રિટર્ન મળે. જો તમે પણ રોકાણ પર શાનદાર રિટર્ન મેળવવા માંગો છો તો તમારે ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરવું જોઈએ. અનેક બેન્ક અને ફાઈનાન્શિયલ કંપનીઓ FD પર વધુ વ્યાજદર આપે છે. જો તમે FDમાં રોકાણ કરવાનું વિચારો છો તો અહીંયા અમે તમને એવી બેન્ક વિશે જણાવી રહ્યા છીએ, જે ફિક્સ્ડ ડિપોઝીટ પર વધુ વ્યાજ આપે છે. 

26 હજાર સુધીનો નફો
જો તમે 3 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝીટ કરવા માંગો છો તો કઈ બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ પર વધુ વ્યાજ આપે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી 26,000 રૂપિયા સુધીનો ફાયદો થશે. 

ઈન્ડિયન બેન્ક (Indian Bank)
 જો તમે 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરશો તો તમને તે FD પર 6.75 ટકા વ્યાજ મળશે. આ બેન્ક સિનિયર સિટીઝનને માં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરે તો 22 હજાર રૂપિયાનો લાભ આપે છે. તમારા 1 લાખ રૂપિયા 3 વર્ષ પછી 1.22 લાખ રૂપિયા થઈ શકે છે. 

બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of India)
જો તમે આ બેન્કમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરશો તો તમને તે FD પર 7 ટકા વ્યાજ મળશે. આ બેન્કમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરો તો 23 હજાર રૂપિયાનો લાભ આપે છે. તમારા 1 લાખ રૂપિયા 3 વર્ષ પછી 1.23 લાખ રૂપિયા થઈ શકે છે. 

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State Bank of India)
જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરશો તો તમને તે FD પર 7.25 ટકા વ્યાજ મળશે. આ બેન્કમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરો તો 24 હજાર રૂપિયાનો લાભ આપે છે. તમારા 1 લાખ રૂપિયા 3 વર્ષ પછી 1.24 લાખ રૂપિયા થઈ શકે છે. 

કેનરા બેન્ક (Canara Bank)
જો તમે કેનરા બેન્કમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરશો તો તમને તે FD પર 7.30 ટકા વ્યાજ મળશે. આ બેન્ક સિનિયર સિટીઝનને માં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરે તો 24 હજાર રૂપિયાનો લાભ આપે છે. તમારા 1 લાખ રૂપિયા 3 વર્ષ પછી 1.24 લાખ રૂપિયા થઈ શકે છે. 

HDFC બેન્ક (HDFC Bank)
જો તમે HDFC બેન્કમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરશો તો તમને તે FD પર 7.50 ટકા વ્યાજ મળશે. આ બેન્કમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરો તો 25 હજાર રૂપિયાનો લાભ આપે છે. તમારા 1 લાખ રૂપિયા 3 વર્ષ પછી 1.25 લાખ રૂપિયા થઈ શકે છે. 

બેન્ક ઓફ બરોડા (Bank of Baroda)
જો તમે બેન્ક ઓફ બરોડામાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરશો તો તમને તે FD પર 7.75 ટકા વ્યાજ મળશે. આ બેન્કમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરો તો 26 હજાર રૂપિયાનો લાભ આપે છે. તમારા 1 લાખ રૂપિયા 3 વર્ષ પછી 1.26 લાખ રૂપિયા થઈ શકે છે. 

વધુ વાંચો: સોનું ખરીદવાનો પ્લાન હોય તો આ સરકાર લાવી રહી છે ગોલ્ડન ચાન્સ! જાણો ગોલ્ડ બોન્ડના ફાયદા

એક્સિસ બેન્ક (Axis Bank)
જો તમે એક્સિસ બેન્કમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરશો તો તમને તે FD પર 7.60 ટકા વ્યાજ મળશે. આ બેન્કમાં 3 વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરો તો 25 હજાર રૂપિયાનો લાભ આપે છે. તમારા 1 લાખ રૂપિયા 3 વર્ષ પછી 1.25 લાખ રૂપિયા થઈ શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Fixed Deposit Highest Interest Rate Banks Investment Tips SBI FD Rate SBI fd વ્યાજદર banks fd rates fd rates fd વ્યાજદર બેન્ક fd વ્યાજદર banks fd rates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ