જીવલેણ કોરોના વાયરસના ફેલાવાનું એક કારણ ચામાચિડીયાને માનવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતના વૈજ્ઞાનિકોના અધ્યયનમાં એ વાતની ખરાઈ થઈ છે કે દેશના 10 થી 5 રાજ્યોના ચામાચિડિયામાં વાયરસ મળ્યો છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાંથી લેવાયા સેમ્પલ
પૂર્ણેમાં ચામાચિડીયાની 2 પ્રજાતિમાં જોવા મળ્યો કોરોના
ચામાચિડીયામાંથી માણસમાં કેવી રીતે આવ્યો કોરોના તેની તપાસ ચાલુ
આટલા ચામાચિડીયા કોરોનાગ્રસ્ત મળ્યા
ચામાચિડીયાની 2 પ્રજાતિઓનું અધ્યયન કરવામાં આવ્યુ હતું એ બાદ આ ખુલાસો થયો હતો કે બન્ને પ્રજાતિના 586માંથી 25 ચામાચિડીયા સંક્રમિત મળ્યા હતા. જોકે તે દુનિયામાં ફેલાયેલા નોબેલ કોરોના વાયરસ નથી.
આ લેબમાં થઈ રહ્યો છે અભ્યાસ
ICMRનું કહેવું છે કે પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)લેબમાં 3 વર્ષથી ચામાચિડીયા પર અભ્યાસ ચાલી રહ્યો છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને લઈને ચામાચિડીયાના નમૂનાઓની તપાસ કરી હતી. ગળા તથા મળના લીધેલા સેમ્પલમાં ચામાચિડીયામાં સંક્રમણ જોવા મળ્યું હતુ.
અહીંથી મળ્યો કોરોના વાયરસ
જેમાંથી બેનાં આંતરડા તથા ફેફ્સામાં પણ સંક્રમણ જોવા મળ્યુ હતું. થોડાક સમય પહેલા કેરળમાં નિપાહ વાયરસ પણ ચામાચિડીયામાં જોવા મળ્યો હતો. એટલા માટે નવા સંક્રમણની જાણકારી મેળવા માટે તે રાજ્યોમાં સતત સર્વેલન્સ જરુરી છે. અહીં ચામાચિડીયા વધારે જોવા મળે છે.
આ રાજ્યોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા
ચામાચિડીયાની એક પ્રજાતિ માટે કેરળ, ચંદીગઢ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત , ઓડિશા, પોન્ડિચેરી, તમિલનાડુ અને તેલંગાણામાંથી 508 નમૂના લેવામાં આવ્યા હતા. બીજી પ્રજાતિના 78 ચામાચિડીયાના નમૂના કેરળ, કર્ણાટક, ચંદિગઢ, ગુજરાત, ઓડિશા, પંજાબ અને તેલંગાણામાંથી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન 12ના મોત નિપજ્યા હતા.
સંક્રમણ માણસો સુધી કેવી રીતે પહોંચ્યું
વૈજ્ઞાનિક ડૉ. આર બાલા સુભ્રમણ્યમનું કહેવુ છે કે કેરળના ચામાચિડીયાને અધ્યયનમાં સમાવિષ્ટ કરાયા હતા. પૂણેમાં તેમના ટેસ્ટિંગ બાદ કોરોના વાયરસની ખરાઈ થઈ હતી. થોડા સમય પહેલા નિપાહ વાયરસ પણ ચામાચિડીયામાંથી જ આવ્યા હતા. પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ડિરેક્ટર ડૉ. પ્રિયા અબ્રાહમના અધ્યયન અનુસાર તેમના અધ્યાયનમાં સમાવિષ્ટ ચામાચિડીયામાં કેટલામાં કોરોના વાયરસ જોવા મળ્યો. જો કે આ માણસોમાં કેવી રીતે આવ્યો તેના વિસ્તૃત અભ્યાસની જરુર છે. જે ચાલી રહ્યો છે.