મોદી-શાહની જોડી કે પછી આ 3 નેતાઓના માથા પર આવશે હારનું પોટલું?

By : juhiparikh 05:46 PM, 11 December 2018 | Updated : 05:46 PM, 11 December 2018
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના મતદાન ચાલી રહ્યુ છે, પરંતુ રૂઝાનોમાં ભાજપનની મોટી હાર દેખાઇ રહી છે. દેશના ત્રણ મોટા રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે. 

છત્તીસગઢ:

વાસ્તવમાં વર્ષ 2014થી દોડી રહેલો ભાજપની જીતનો અશ્વમેઘ ઘોડો હવે ઉભો રહેવો જોવા મળી રહ્યો છે. છત્તીસગઢમાં ભાજપનું સૂપડુ સાફ થઇ ગયુ છે, અને કોંગ્રેસ જીતની તરફ આગળ વધી રહ્યુ છે. છત્તીસગઢમાં ગત 15 વર્ષથી રમણસિંહની સરકાર હતી, એક તરફ આ રાજ્ય ભાજપનો ગઢ કહેવાતો હતો અને 2014માં થયેલા લોકસભા ચૂંટણીમાં અહીંયાથી ભાજપને 11માંથી 10 સીટ પર જીત મળી હતી, અને કોંગ્રેસના ખાતામાં માત્ર એક જ સીટ ગઇ હતી, તો આજે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઇ શકે છે. એવામાં આ હાર માટે કોણ જવાબદાર હશે? 15 વર્ષથી રહેલા મુખ્યમંત્રી રમણસિંહ કે પછી કેન્દ્રીય સરકારનું નેતૃત્વ, તે જોવાનું રહ્યુ. 

મધ્યપ્રદેશ:

જો વાત કરવામા મધ્યપ્રદેશની તો અહીંયા ભાજપ-કોંગ્રેસ એકબીજાને ટક્કર આપી રહ્યા છે, પરંતુ હજુ જાદુઇ આંકડાથી બંને દૂર છે, મધ્ય પ્રદેશ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે, કેમકે અહીંયા  RSSની મજબૂત પકડ છે, એવામાં જો ભાજપની હાર થશે તો પછી હાર માટે કોણ જવાબદાર રહેશે તે તો સમય જતા જ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2014માં મધ્ય પ્રદેશથી ભાજપને મોટી જીત મળી હતી, જ્યાં 29 સીટમાંથી 27 સીટ પર BJP જીતી હતી, ત્યારે માત્ર 2 સીટ પર જ કોંગ્રેસના નામે આવી હતી. જોકે આ વખતે વિધાનસભામાં કોંગ્રેસ ભાજપની આગળ છે, આમ તો શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશ કોંગ્રેસના સૌથી મોટા નેતા છે, એવામાં જો હાર માટે શિવરાજની જવાબદારી હશે, કે પછી મોદી સરકારની તે ચિંતાનો વિષય છે, કેમકે આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણી છે. 

રાજસ્થાન:

મધ્યપ્રદેશ, છત્તીસગઢના સિવાય રાજસ્થાનની વાત કરીએ તો આ રાજ્યમાં 2014માં ભાજપ માટે મહત્વનુ હતુ, અહીંયા તમામ 25 લોકસભાની સીટ પર ભાજપના નામે હતી અને વિધાનસભાની ચૂંટણીમાં હાર લગભગ નક્કી છે, જોકે રાજસ્થાનમાં હારની આશંકા ભાજપને પહેલાથી હતી, કેમકે રાજસ્થાનની જનતા મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિંયાથી પહેલેથી નારાજ હતી, પરંતુ કેન્દ્રીય નેતૃત્વને લાગ્યુ કે, ચૂંટણીની ઠીક પહેલા વસુંધરાને હરાવી પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે, જેથી પાર્ટી હારની ખીણને પૂરવા માટે પ્રયત્ન કર્યો હતો, એવામાં આ હારની જવાબદારીનું પોટલું માત્ર વસુધરા રાજેના માથે આવી શકે છે તેવું કહી શકાય. 

જોકે  2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે આ સમાચાર ખરેખર ખતરારૂપ સાબિત થઇ શકે છે, હવે વિચારવાનું રહ્યુ કે મોદી-શાહ જોડીને કઇ રીતે આ 3 રાજ્યોમાં ભાજપને લોકસભા ચૂંટણી પહેલા મજબૂત કરવામાં આવે, જેથી કેન્દ્રમાં મોદી સરકારને વાપસી માટે રાહ સરળ થઇ જાય. Recent Story

Popular Story