લાંબા સમયથી અટકળો ચાલી રહી છે કે, પ્રશાંત કિશાર કોંગ્રેસમાં જોડાવાના છે. પણ સતત બીજી વાર તેમની વાત બની શકી નથી. જો કે, આની પાછળના કેટલાય મહત્વના કારણો છે. જે અહીં આપેલા છે.
પીકે અને કોંગ્રેસ વચ્ચે ફરી એક વાર વાત ન બની
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં હાલ નહીં જોડાય
કંઈ વાતને લઈને વાંકુ પડ્યું તેના કારણો આ રહ્યા
લાંબા સમયથી અટકળો ચાલી રહી છે કે, પ્રશાંત કિશાર કોંગ્રેસમાં જોડાવાના છે. પણ સતત બીજી વાર તેમની વાત બની શકી નથી. જેવી રીતે સોનિયા ગાંધી સાથે તેમની બેક ટૂ બેક મીટિંગો ચાલી રહી હતી. તે જોતા લાગી રહ્યું હતું કે, હાઈકમાન્ડ તેમને લઈને ગંભીર છે. પણ તેમ છતાં પણ વાત તો સફળ ન થઈ. કોંગ્રેસે પીકેને જે ઓફર આપી હતી, તેનાથી વાત બની શકી નથી. પીકેની કંપની I-PACનું કામકાજ દિગ્ગજ નેતાઓને ખટકી રહ્યું હતું.
સોનિયા ગાંધીને આ વાત કોઈ કાળે મંજૂર નથી
જો કે, બંને વચ્ચે સહમતિ નહીં બનવા પાછળના અન્ય પણ કારણો રહ્યા છે. પીકે ઈચ્છતા હતા કે, કોંગ્રેસ જોઈન કર્યા બાદ તે સીધા સોનિયા ગાંધીને રિપોર્ટ કરે. આ વાત દિગ્ગજ અને જૂના નેતાઓને મંજૂર નથી. કહેવાય છે કે, કોંગ્રેસે પીકેને એમ્પાવર્ડ ગ્રુપમાં શામેલ થઈને કામ કરવાની ઓફર આપી હતી, જેને પ્રશાંત કિશોરે ફગાવી દીધી હતી. પ્રશાંત ઈચ્છતા હતા કે, તેમને ગ્રુપના અધ્યક્ષ બનાવામાં આવે, જે વાત સોનિયા ગાંધીને મંજૂર નથી.
કોંગ્રેસ પાર્ટીએ રાખી હતી આ શરત
કોંગ્રેસે શરત રાખી હતી કે, પાર્ટીમાં સામેલ થયા બાદ પીકેએ તમામ દળ સાથે દોસ્તી ખતમ કરવાની રહેશે.આ શરત પ્રશાંત કિશોરને કોઈ કાળે મંજૂર નથી. પીકેની આઈપેક કંપની કેટલા પક્ષા માટે કામ કરી ચુકી છે. કોંગ્રેસને લાગે છે કે, કંપનીની આડમાં પીકે પોતાના અવસર શોધી રહ્યા છે. બંગાળ ચૂંટણી બાદ પીકે આ કંપની સાથએ નાતો તોડવાનું એલાન કર્યું હતું. પણ કોંગ્રેસને સતત લાગી રહ્યું છે કે, આ ફક્ત એક જુમલો હતો. પીકે પરદા પાછલ ખુદ આ કંપની ચલાવે છે. આ બંને પક્ષ વચ્ચે સહમતી નહીં બનવાનું સૌથી મોટું કારણ રહ્યું છે.
સંગઠનમાં ફેરફાર કરવા માગતા હતા પીકે
પીકે કોંગ્રેસમાં શામેલ થયા બાદ સંગઠનમાં ફેરફાર કરવા માગતા હતા. તેમણે સૂચન આપ્યું હતું કે, કોંગ્રેસમાં મહત્વના પદ માટે એક સમયમર્યાદા નક્કી કરવામાં આવે. પણ તેમની આ ફોર્મ્યુલા લાગૂ થતાં ગાંધી પરિવાર પણ તેની ઝપટમાં આવી જાય. તેમના નજીકના નેતાઓને પાવર પણ ઓછો થઈ જાય.
કોંગ્રેસના જૂના જોગીઓને મોટો ડર
તેની એન્ટ્રી ન થવા પાછળ એક મહત્વનું કારણ એ પણ છે કે, કોંગ્રેસના જૂના નેતાઓ પોતાના એક અલગ જલવો છે. જેમાં કોઈ અન્ય શખ્સને એન્ટ્રી કરવા દેવા માગતા નથી. પીકે સોનિયા ગાંધીની નજીક પહોંચીને કોઈ પરિણામ આપે તો, તેમને ઘરે બેસવાનો વારો આવી શકે છે. તેથી આ લોકોએ પીકેની એન્ટ્રીનો વિરોધ તો નથી કર્યો પણ શરતો એવી રાખી કે, પીકેને નાછૂટકે પણ ના પાડવી પડી.
દિગ્ગજ નેતાઓ હઠ પકડી
કોંગ્રેસ અધ્ય સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરના પ્રેજેંટેશન પર એકે એન્ટની, મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, અંબિકા સોની, દિગ્વિજય સિંહ અને પ્રિયંકા ગાંધીને વિચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી અને અંબિકા સોની પીકેના તમામ સૂચનો સાથે સહમત હતા. આ કંઈ પહેલો મોકો નથી કે, જ્યારે પ્રશાંત કિશોર કોંગ્રેસ સામેલ થવાને લઈને કોકડું ગુંચવાયું હોય. આ અગાઉ 2021ના ઓક્ટોબરમાં પીકેની કોંગ્રેસમાં એન્ટ્રીને લઈને જોરશોરથી ચર્ચા ચાલી રહી હતી, પણ તે સમયે જી 23 નેતાઓને તેને સામેલ કરવાને લઈને કેટલાય સવાલો ઉભા કર્યા હતા.