બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Five per cent increase in pension every five years, the government is preparing to give big gifts to government employees

ગૂડ ન્યૂઝ / તૈયાર રહેજો સરકારી કર્મચારીઓ, પેન્શન લાભને લઈને આવી રહ્યાં છે સારા સમાચાર, જાણો સરકારનો પ્લાન

Last Updated: 09:38 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર 5 વર્ષે 5 ટકા પેન્શન વધારાની કર્મચારીઓને વર્ષો જુની માગ પૂરી કરવાની દિશામાં કેન્દ્ર સરકારે સક્રિય વિચારણા કરી છે.

  • પેન્શનરોને મોટી ભેટ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર
  • દર 5 વર્ષે 5 ટકા પેન્શન વધારો આપવાનો પ્લાન
  • દર 5 વર્ષે 5 ટકા પેન્શન વધારાની કર્મચારીઓને વર્ષો જુની માગ છે

વિધાનસભાની ચૂંટણી દરમિયાન પેન્શનરોને મોટી ભેટ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમની વર્ષો જૂની માંગ પર કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. આ અંતર્ગત દર પાંચ વર્ષે નિવૃત્તિ બાદ 5 ટકા પેન્શન વધારો આપવાનો સરકારનો પ્લાન છે. 

શું છે સરકારનો પ્લાન
સરકારી કર્મચારીઓને તેમની નિવૃતી બાદ દર 5 વર્ષે 5 ટકા પેન્શન વધારો આપવાનો સરકારનો પ્લાન છે. હકીકતમાં કર્મચારીઓની આ વર્ષો જુની માગ છે અને અત્યાર સુધી સરકાર ટાળતી આવી છે પરંતુ હવે સરકારે આ માગ પર સક્રિય વિચારણા શરુ કરી છે તેથી આગામી દિવસોમાં કર્મચારીઓને આ મુદ્દે સારા સમાચાર મળી શકે છે. 

અત્યાર સુધી 80 વર્ષની ઉંમર પછી નિવૃત્તિ બાદ પેન્શનમાં વધારો થતો રહ્યો છે 

અત્યાર સુધી 80 વર્ષની ઉંમર પછી નિવૃત્તિ બાદ પેન્શનમાં વધારો થતો રહ્યો છે, પરંતુ હવે આ નિર્ણયને બદલવાની કવાયત તેજ કરવામાં આવી છે. સરકારે તમામ વિભાગો પાસેથી 60 થી 100 વર્ષની વય જૂથના પેન્શનરોની સંપૂર્ણ વિગતો માંગી છે. ભારત સરકારના કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે તમામ કેન્દ્રીય વિભાગોને લોકસભા સ્થાયી સમિતિના 110મા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, પેન્શનર્સ એસોસિએશનોએ દર પાંચ વર્ષે પેન્શન વધારાની માંગ પર વિચાર કરવો જોઈએ તેવી ભલામણ કરી છે, તેથી પેન્શન અને ફેમિલી પેન્શનમાં દર પાંચ વર્ષ પછી 5, 10 અને 15 ટકાનો વધારો થવાના સંદર્ભમાં વિગતો આપવી પડશે. કેન્દ્ર સરકારના વિભાગોએ 65-70, 70-75, 75-80, 80-85, 85-90, 90-95, 95-100 અને 100 વર્ષથી વધુ વયના પેન્શનરોની સંખ્યા, ડીએ વિના કઈ ઉંમરે, તેમજ ડીએ સાથે કેટલું પેન્શન આપવામાં આવી રહ્યું છે તે અંગે અલગથી મુદ્દાવાર અહેવાલો મંગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે 5 ટકાનો વધારો બેઝિક સેલરીના આધારે થઈ શકે છે. નિવૃત્તિ પછી પેન્શન વેચી દીધું છે તે પણ ૫ ટકાના વધારામાં સામેલ થશે. પેન્શનનું પ્રમાણ અડધા મૂળ પગાર પર હશે. 20 ટકા બાદ કોઈ વધારો નહીં થાય.

દેશના 60 લાખ પેન્શનરોને લાભ થશે

પેન્શનર્સ ફોરમના જનરલ સેક્રેટરી આનંદ અવસ્થીએ જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકારે વર્ષો જૂની માંગને પૂર્ણ કરવાની દિશામાં પગલાં લીધાં છે. આ પ્રકારના વધારાથી શહેરના 48,000, યુપીમાં 3 લાખ અને દેશના 60 પેન્શનરોને લાભ થશે. 60 વર્ષ બાદ પેન્શન વેચ્યા બાદ પણ આ વધારાથી કોઇ ફરક નહીં પડે. દાનો વધારામાં સમાવેશ કરવામાં આવશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

7th pay commission 7મું પગાર પંચ Pension da hike ડીએ વધારો પેન્શન ન્યૂઝ pension scheme
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ