બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બાઈક પર જઈ રહેલા 5 લોકોને ટ્રકે એક ઝાટકે ઉડાવી દીધાં, મરણચીસોથી ગૂંજ્યો હાઈવે

જોખમી સવારી ટાળો / બાઈક પર જઈ રહેલા 5 લોકોને ટ્રકે એક ઝાટકે ઉડાવી દીધાં, મરણચીસોથી ગૂંજ્યો હાઈવે

Last Updated: 04:54 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના પ્રયાગરાજમાં એક જ બાઈક પર બેઠેલા 5 લોકોના ટ્રકની ટક્કરથી મોત થયાં છે.

બાઈક પર ઠાંસી-ઠાંસીને બેસવું જોખમી છે. આ જોખમી સવારીના એકઝાટકે મોત થયાં હતા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક કરુણ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. ક્ષણભરમાં આખો પરિવાર નાશ પામ્યો. વાસ્તવમાં, ઉત્તર પ્રદેશના જૌનપુરનો પરિવાર લગ્નમાં હાજરી આપીને બાઇક દ્વારા પ્રયાગરાજના સરયમ્મારેઝ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

લગ્નમાંથી પાછા આવતાં હતા

પરિવારના પાંચેય લોકો એક જ બાઇક પર જઈ રહ્યા હતા. તેઓ લગ્નમાંથી ઘેર પાછા આવી રહ્યાં હતા તે દરમિયાન તેમને ગંભીર એક્સિડન્ટ થયો હતો. પાછળથી આવતી ટ્રકે બાઇક સવારને જોરથી ટક્કર મારી હતી, ટક્કર એટલી ગંભીર હતી કે તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ માર્ગ અકસ્માતમાં માતા, પતિ-પત્ની અને બે બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ધર્મશાળામાં લગ્નમાં હાજરી આપીને પરિવાર જૌનપુરમાં પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. મૃતકોના નામ વિકાસ, સમરી, દિવાના, લક્ષ્મી છે જ્યારે એક બાળકની ઉંમર માત્ર 8 મહિના હતી.

વધુ વાંચો : માતાએ 17 વર્ષની પુત્રીની ઘરમાં દફનાવેલી લાશનું રહસ્ય ખુલ્યું, ઘરને કેમ બનાવ્યું સ્મશાન?

મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ મૃતદેહોને પોતાની કસ્ટડીમાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે પ્રયાગરાજ હોસ્પિટલમાં મોકલી આપ્યા. ઘટના માટે જવાબદાર ટ્રક અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા માટે પણ સૂચના આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Prayagraj Accident Prayagraj Road Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ