બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના વડાવલીમાં તળાવમાં ડૂબવાથી 5 લોકોના મોત, બાળકીને બચાવવા જતાં કરૂણ બનાવ
Last Updated: 11:28 PM, 9 February 2025
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના ચાર લોકો સહિત કુલ પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા છે.. એક બાળકીનો પગ લપસતા તે તળાવમાં ડૂબી રહી હતી.. જેને બચાવવા જતા તેમની માતા પણ ડૂબી ગયા હતા. અને બાદમાં એક પછી એક ત્રણ બાળકો એકબીજાને બચાવવામાં ડૂબી ગયા હતા.
ADVERTISEMENT
મૃતકોના નામ પર નજર કરીએ તો
૧.સોહેલ રહિમભાઈ કુરેશી -૧૪ વર્ષ
ADVERTISEMENT
૨.સિમરન સલીમભાઈ સિપાહી-૧૨
૩.મલેક ફિરોજા કાળુભાઈ-૩૨વર્ષ
૪.અબ્દુલ કાદિર કાળુભાઈ મલેક -૧૦વર્ષ
૫.મહેરા કાળુભાઈ મલેક-૮વર્ષ
આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.
આ ઘટનામાં એક જ પરિવારમાંથી ચાર લોકો ડૂબી જવાથી મૃત્યુને ભેટ્યા છે.. એક જ પરિવારમાંથી માતા અને બે પુત્રો મોતને ભેટ્યા તો અન્ય એક બાળક જેનું મોત થયું તે ગ્રામપંચાયતના પટ્ટાવાળાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. તમામ મૃતકોના મૃતદેહોને ચાણસ્મા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.