બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / five of family drown in a quarry in dombivli

BIG NEWS / પુત્રને ડૂબતા બચાવવા જતાં એક જ પરિવારના 5 લોકોના મોત, મહારાષ્ટ્રમાં બની મોટી દુર્ઘટના

Pravin

Last Updated: 12:39 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પરિવાર કપડા ધોવા ગયો હતો, જ્યાં તેમના પર આફત આવી પડી હતી. શનિવારે ઢાણે જિલ્લાના ડોંબિવલી પૂર્વમાં કપડા ધોવા દરમિયાન પાણીથી ભરેણી ખાડીમાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયા હતા.

  • એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયા
  • કપડામાં ધોવામાં વ્યસ્ત હતી મહિલા
  • પોલીસે કહી આ વાત

એક પરિવાર કપડા ધોવા ગયો હતો, જ્યાં તેમના પર આફત આવી પડી હતી. શનિવારે ઢાણે જિલ્લાના ડોંબિવલી પૂર્વમાં કપડા ધોવા દરમિયાન પાણીથી ભરેણી ખાડીમાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયા હતા. 

એક જ પરિવારના પાંચ લોકો ડૂબી ગયા

પીડિતોની ઓળખાણ મીરા ગાયકવાડ (55), તેમની વહુ અપેક્ષા ગાયકવાડ (30), અને પૌત્ર મયૂરેશ ગાયકવાડ (14), મોક્ષ ગાયકવાડ (13) અને સિદ્ધેશ ગાયકવાડ (14) તરીકે થઈ હતી. પાંચે મૃતક કથિત રીતે દેસલે પાડામાં રહે છે. 

કપડામાં ધોવામાં વ્યસ્ત હતી મહિલા

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક કપડા ધોવામાં વ્યસ્ત હતા, ત્યારે તળાવના કિનારે બેઠેલા તેના પૌત્રમાંથી એક પાણીમાં પડી ગયો હતો, તેને બચાવવા માટે ભાઈ અને બંને મહિલા પણ કુદી ગઈ અને ડૂબી ગઈ. ઘટનાસ્થળ પર હાજર સ્થાનિક લોકોએ મનપાડા પોલીસને આ ઘટનાની જાણ આપી. ત્યાર બાદ પોલીસે પીડિતોની શોધ હાથ ધરી હતી.

પોલીસે કહી આ વાત

ડોંબિવલી ડિવીઝનના સહાયક પોલીસ અધિકારી જે ડી મોરે કહ્યું પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે, પહેલા એક શખ્સ પાણીમાં ડૂબ્યો અને બાદમાં તેને બચાવવા માટે અન્ય લોકો પણ પાણીમાં પડ્યા તેઓ પણ ડૂબી ગયા હતા, પોલીસે હાલમાં પાણીમાં ડૂબવાના કારણે આકસ્મિક રીતે મોત થયા હોવાનો કેસ નોંધી લીધો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Thane dombivli family drown in a quarry Maharshtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ