બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:40 PM, 8 September 2024
પૈસાનું રોકાણ કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ આજે પણ એક સારો ઓપ્શન છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં રોકાણ કરીને સારી એવી આવક મેળવવા માગતા હોય તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી દેશની પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટર લેન્ડર બેંકો સિવાય નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ પણ એફડી પર ગ્રાહકોને સારું એવું રિટર્ન આપે છે. તેમાંથી ઘણી એનબીએફસી કંપનીઓ એફડી પર ગ્રાહકોને 9.50 ટકા કરતા વધુ રિટર્ન ઓફર કરે છે. અહીં જાણો 5 એવી નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ વિશે જે ગ્રાહકોને સારું રિટર્ન ઓફર કરે છે.
ADVERTISEMENT
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક
ADVERTISEMENT
જો તમે એફડીમાં રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સૂર્યોદય ફાઈનાન્સ બેંક તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક 5 વર્ષના સમયગાળા માટે સામાન્ય ગ્રાહકોને 9.10 ટકા અને સિનિયર સિટીઝન ગ્રાહકોને 9.60 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે.
યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક
યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના સામાન્ય ગ્રાહકોને 1001 દિવસની એફડી પર 9 ટકા જ્યારે સિનિયર સિટીઝન ગ્રાહકોને 9.50 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે.
Insurance Rules | IRDAIના વીમાના નવા નિયમો તમને ખબર છે? | Ek Vaat Kau
ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક
ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના સામાન્ય ગ્રાહકોને 1001ની એફડી પર 8.52 ટકા જ્યારે સિનિયર સિટીઝન ગ્રાહકોને 9.11 ટકા વ્યાજ ઓફર કરે છે.
ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક
ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના સામાન્ય ગ્રાહકોને 888 દિવસની એફડી કરવા પર 8.50 ટકા વ્યાજ આપી રહી છે. જ્યારે આ જ સમયગાળા માટે સિનિયર સિટીઝન ગ્રાહકોને 9 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
વધુ વાંચોઃ-આ હસીનાને બનવું હતું ડોક્ટર અને બની એક્ટ્રેસ, જીવનની સફર રહી એકદમ ફિલ્મી
ESAF સ્મોલ ફાઈનાન્સ બેંક
ESAF સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના સામાન્ય ગ્રાહકોને 2 વર્ષથી લઈને 3 વર્ષ કરતા ઓછા સમય માટે એફડી કરાવવા પર 8.50 ટકા વ્યાજ ઓફર કરે છે. જ્યારે આ જ સમયગાળામાં બેંક પોતાના સિનિયર સિટીઝન ગ્રાહકોને 9 ટકા વ્યાજ ઓફર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.