ક્રેડિટ કાર્ડનો કરો છો ઉપયોગ?, તો યાદ રાખો આ બાબતો

By : juhiparikh 10:20 AM, 05 August 2018 | Updated : 10:21 AM, 05 August 2018
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'ડિજિટલ ઇન્ડિયા'ના સપનાંને પ્રોત્સાહન આપવા માટે જનતાએ રોકડની જગ્યાએ ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ વધાર્યો છે. જો તમે પણ હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ...

સમય પર કરો પેમેન્ટ:

ક્રેડિટ કાર્ડ ધારકનો ક્રેડિટ સ્કોર સારો રહે તે માટે ખૂબ જ જરૂરી છે કે તેઓ પોતાના ક્રેડિટ કાર્ડના બિલ અને લોનની EMIની અંતિમ તારીખ પહેલા ભરી દે. સમય પર પેમેન્ટ કરવાથી ક્રેડિટ સ્કોર સારો રહે છે, પરંતુ જ્યારે કોઇ ધારક તેની ચૂકવણી સમય રહેતા નથી કરતો તો તેનો સ્કોર ખરાબ થઇ જાય છે અને આગળ કોઇ પણ પ્રકારની લોન લેવામાં મુશ્કેલી થાય છે અને સાથે જ મોડી ચૂકવણી કરવા પર ફાઇન ભરવો પડશે.

ભારે દંડથી આ રીતે બચો:

ક્રેડિટ કાર્ડ કંપનીઓ દર મહિને બિલ જનરેટ કરે છે, જેમાં ચૂકવણીની અંતિમ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. જેથી કાર્ડ ધારક બને ત્યાં સુધી તો બિલની ચૂકવણી સમય પર કરી દેવામાં આવે. જો કોઇ કારણોસર બિલ ભરવામાં મુશ્કેલી આવે તો કોઇ પણ રીતે ન્યૂનતમ રાશિની ચૂકવણી કરી દેવી જોઇએ, જેનાથી ભારે દંડથી બચી શકાય. જોકે મિનિમમ પેમેન્ટના પછી કંપનીની બાકી રકમ વ્યાજ સાથે જોડીને વસૂલે છે. 

ક્રેડિટ લિમિટ સુધી ના કરો ઉપયોગ:

ક્રેડિટ કાર્ડની પૂરી લિમિટ સુધી ઉપયોગ કરવાથી બચવું જોઇએ, આવું કરવાથી ક્રેડિટ પ્રોફાઇલ લૉન્ગ ટર્મમાં નેગેટિવ થઇ શકે છે. જો કોઇ યૂઝર્સ ક્રેડિટની લિમિટનો પૂરો ઉપયોગ કરે છે તો તેને બ્રેક ક્રેડિટ હંગ્રીની કેટેગરીમાં નાખી દે છે. સામાન્ય રીતે કુલ લિમિટના 40% સુધી જ ઉપયોગ કરવો જોઇએ.

સતત લોન માટે અપ્લાઇ ના કરો:

આ જાણકારી તમામ ક્રેડિટ કાર્ડ ધારક માટે મહત્વની છે, જે સતત લોન અથવા તો ક્રેડિટ કાર્ડની માટે એપ્લાઇ કરે છે,એવા લોકોનો ક્રેડિટ સ્કોર ઓછો થઇ જાય છે, જેનાથી તેણે બચવું જોઇએ.

ક્રેડિટ રિપોર્ટની કરો સમીક્ષા:

ક્રેડિટ કાર્ડ યૂઝર્સને સમય-સમય પર પોતાના ક્રેડિટ કાર્ડની સ્કોરની સમીક્ષા કરવી જોઇએ, જેના કારણે તમે જાણી શકશો કે તમારી રિપોર્ટમાં કઇ ખોટું તો નથી  અને જો કંઇક ખોટું હોય તો સમીક્ષા પછી તેણે સુધારી શકશો.Recent Story

Popular Story