બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:59 PM, 24 May 2023
ADVERTISEMENT
કહેવાય છે કે જીવનનો કોઈ ભરોસો નથી. છેલ્લા 4 દિવસમાં જે રીતે 5 સેલેબ્સના આકસ્મિક મોત થયા છે. તેનાથી ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. બુધવારે જ બે સ્ટાર્સે અલવિદા કહી દીધુ. આવો જાણીએ એ સેલેબ્સ વિશે જેમણે છેલ્લા 4 દિવસમાં અંતિમ શ્વાસ લીધા.
ADVERTISEMENT
વૈભવી ઉપાધ્યાય
સારાભાઈ વર્સીસ સારાભાઈ ફેમ એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું કાર એક્સીડેન્ટમાં મોત થયું છે. 50 ફૂટ નીચે ખીણમાં તેમની ગાડી પડી. તે ફિયાન્સની સાથે હિમાચલ પ્રદેશ ફરવા ગઈ હતી. તે સમયે તેમની ગાડીએ કંટ્રોલ ખોઈ દીધો અને આ ઘટના બની. વૈભવીનો ઘટના સ્થળ પર જ જીવ જતો રહ્યો. તેમના ફિયાન્સને થોડી ઈજા પહોંચી છે.
નિતેશ પાંડે
ફેમસ એક્ટર નિતેશ પાંડેએ 51 વર્ષની ઉંમરમાં છેલ્લા શ્વાસ લીધા. કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનો જીવ ગયો. તે સીરિયલ અનુપમામાં કામ કરી રહ્યા હતા. નિતેશ પાંડે વર્ષોથી ફિલ્મો અને ટીવી શોઝમાં એક્ટિવ હતા. તેમનું આમ અચાનક અલવિદા કહી જવું એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો છે.
આદિત્ય સિંગ
એક્ટર અને કાસ્ટિંગ ડાયરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતની રહસ્યમયી મોતથી હજુ સુધી પડદો નથી ઉઠી શક્યો. 22 મેના રોજ તેમના મોતની ખબર આવી હતી. પોતાના અંધેરી સ્થિત ઘરના બાથરૂમમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મોતના થોડા કલાકો પહેલા આદિત્યએ પાર્ટી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સના ઓવર ડોઝથી તેનું મોત થયું છે. આ ખબરો પર પરિવાર અને મિત્રોએ નારાજગી દર્શાવી છે.
What shocking news for all of us on the team! 💔
— RRR Movie (@RRRMovie) May 22, 2023
Rest in peace, Ray Stevenson.
You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi
રે સ્ટીવનસન
ફિલ્મ RRRમાં વિલન બનેલા હોલિવુડ એક્ટર રે સ્ટીવનસન આપણી વચ્ચે નથી રહ્યા. તે 58 વર્ષના હતા. 25 મેએ તે પોતાનો 59માં જન્મ દિવસ ઉજવવાના હતા.
સુચંદ્રા દાસગુપ્તા
29 વર્ષની બંગાળી એક્ટ્રેસ સુચંદ્રા દાસગુપ્તાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. શૂટિંગથી ઘરે પરત ફરતી વખતે તેણે જે બાઈક બુક કરી હતી તેને પાછળથી લોરીએ ટક્કર મારી. ઘટના સ્થળ પર એક્ટ્રેસે દમ તોડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.