બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / તમે પણ મેળવી શકો છો વિરાટ કોહલી જેવી ફિટનેસ, બસ ફોલો કરો આ ડાયેટ પ્લાન
Last Updated: 09:01 AM, 20 July 2024
35 વર્ષના વિરાટ કોહલીની ફિટનેસના દરેક લોકો દિવાના છે. જે પ્રકારે તે મેદાન પર ચુસ્તી-ફૂર્તી બતાવે છે. તે જોઈને દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય કે આખરે કિંગ કોહલી ખાતા શું હશે. હકીકતે ક્રિકેટર કોહલીની ફિટનેસનો રાઝ વર્કઆઉટ અને હેલ્ધી ફૂડ છે.
ADVERTISEMENT
અમુક સમય પહેલા જ વિરાટ કોહલીએ પોતાના ફિટનેસ સીક્રેટનો ખુલાસો કરતા ડાયેટ પ્લાન જણાવ્યો હતો. એવામાં આવો જાણીએ સવારથી સાંજ સુધી કોહલી શું શું ખાય-પીવે છે.
ADVERTISEMENT
વિરાટ કોહલીની ડાયેટ
એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે તેમની ડાયેટમાં 7 વસ્તુઓ શામેલ છે. જે તેમને ફિટ અને એક્ટિવ રાખે છે. તેમણે જણાવ્યું કે તેમની ડાયેટમાં 2 કપ કોફી, દાળ, પાલક, કિનોવા, લીલા શાકભાજી, ડોસા અને ઈંડા હોય છે. તેના ઉપરાંત કોહલી બદામ, પ્રોટીન બાર અને ક્યારેક ક્યારેક ચાઈનીઝ પણ ખાય છે.
કિંગ કોહલીના ભોજનમાં આ વસ્તુઓ પણ શામેલ
વિરાટ કોહલી ક્યારેય પણ શુગર અને ગ્લૂટન ફૂડ્સ નથી ખાતા. ડેરી પ્રોડક્ટ પણ નથી ખાતા. વિરાટ અને પત્ની અનુષ્કા બન્ને વીગન છે. કોહલીને જ્યારે પણ ભુખ લાગે છે તો ફક્ત 90 ટકા જ ભોજન કરે છે. વર્કઆઉટ કરવાનું નથી ભુતા. જેનાથી તેમની ફિટનેસ બની રહે છે.
ખાસ પ્રકારનું પાણી પીવે છે વિરાટ કોહલી
કિંગ કોહલી એક ખાસ પ્રકારનું પાણી પીવે છે. જેનું નામ આલ્કલાઈન વોટર છે. આ પ્રાકૃતિક રીતે મળતા બાયોકાર્બોનેટથી ભરપૂર પાણી છે. હાલમાં જ કોહલીએ સોશિયલ મીડિયા પર તેનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે તે ઘરમાં જ ઘણી વખત બ્લેક વોટર પણ પીવે છે.
જોકે આ નિયમિત રીતે નથી હોતું. મોટાભાગે આલ્કલાઈન વોટર જ પીવાનું પસંદ કરે છે. જો તમે પણ કોહલીની જેમ ફિટ રહેવા માંગો છો તો તેમની જેમ લાઈફસ્ટાઈલ અને ડાયેટ ફોલો કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.