બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / fitch reduces india s economic growth forecast to 4 6 percent for 2019 20

અનુમાન / ફિચે 2020-21 માટે ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઘટાડીને 4.6 % કર્યો

Mehul

Last Updated: 04:45 PM, 21 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અનુમાન 5 ટકાથી ઘટાડીને શુક્રવારે 4.6 ટકા કરી દીધો. ફિચનું માનવું છે કે, આ સમયે કંપનીઓ અને ગ્રાહકોનો આત્મવિશ્વાસ ઓછો થઇ રહ્યો છે. જોકે, એજન્સીએ દેશની લાંબાગાળાની નાણાકીય શાખ 'બીબીબી'ના સ્તર પર યથાવત રાખી છે અને આગળના આર્થિક પરિદ્રશ્યને સ્થિર બતાવ્યું છે.

  • ફિચે રેટિંગ્સ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતનો વૃદ્ધિદર ઘટાડ્યો
  • ભારતના આર્થિક વૃદ્ધિદરનો અનુમાન 5 ટકાથી ઘટાડીને 4.6 ટકા કરાયો
  • ગ્રાહકોનો આત્મવિશ્વાસ ઓછો થયો, એનબીએફસી પાસે લોન માટે નાણા સંકટ

ફિચનું અનુમાન છે કે, 2020-21માં જીડીપીની વૃદ્ધી 5.6 ટકા અને 2021-22માં 6.5 ટકા સુધી જઇ શકે છે. રેટિંગ્સ એજન્સી અનુસાર નાણાકીય અને રાજકોષિય નીતિઓમાં નરમ વલણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણથી વૃદ્ધિ દરમાં ક્રમશ: સુધાર થશે. 

ફિચ એજન્સીએ કહ્યું કે, ફર્મો અને ગ્રાહકોનો આત્મવિશ્વાસ ઓછો થવા અને મુખ્યત્વે બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) ની પાસે લોન માટે નાણાના સંકટ જેવા ઘરેલૂ કારણોના પ્રભાવમાં ગત કેટલાક ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિદરમાં ઘણો ઘટાડો આવ્યો છે. જોકે, અમે દેશનો આર્થિક વૃદ્ધિ દરના પરિદ્દશ્યને યથાવત રાખ્યું છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Fitch Fitch Ratings India indian economy ગુજરાતી ન્યૂઝ GDP growth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ