બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Fitch Ratings Has Sharply Reduced Its FY21 Growth Projection For India To 2% From 5.1% Estimated

અર્થવ્યવસ્થા / રેટિંગ એજન્સીનું અનુમાનઃ 2020-21માં 30 વર્ષના નીચલા દરે હશે ભારતનો વિકાસદર, આ કારણે સર્જાશે મંદી

Bhushita

Last Updated: 09:43 AM, 4 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે શુક્રવારે 2020-21ને માટે ભારતના વિકાસદર અનુમાનને ઘટાડીને 2 ટકા કર્યું છે. આ 30 વર્ષનું સૌથી નીચું સ્તર માનવામાં આવે છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે કોવિડ 19 મહામારીના કારણે કરાયેલા લૉકડાઉનના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના ભરડામાં આવી છે. આ વર્ષે વૈશ્વિક મંદીની સ્થિતિ આવી શકે છે. ભારત પણ તેના ભરડામાં આવશે. આ કારણે ભારતના વિકાસદરના અનુમાનને ઘટાડીને 2 ટકાનો કરી દેવામાં આવ્યો છે.

  • રેટિંગ એજન્સી ફિચનું અનુમાન
  • 2020-21માં 30 વર્ષના નીચા સ્તરે રહેશે વિકાસદર
  • લૉકડાઉનની અસરના કારણે અનુમાનિત વિકાસદર 2 ટકા કરાયો

ફિચનું કહેવું છે કે ગ્રાહકોની માંગમાં ઘટાડો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ આકારાના ઉદ્યમ અને સેવા ક્ષેત્ર પ્રભાવિત થયું છે. પહેલાં તેણે માર્ચ 2020માં 2020-21ને માટે ભારતના વિકાસ દર અનુમાનને ઘટાડીને 5.1 ટકા કર્યો હતો. જ્યારે ડિસેમ્બર 2019માં વિકાસદર 5.6 ટકા રહ્યો. રાષ્ટ્રિય લોક નાણાં એને નીતિ સંસ્થાનના પ્રોફેસરે જણમાવ્યું કે હાલના લૉકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ વધારે ખરાબ થશે. આર્થિક સુધારા બાદથી ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઓછી વધી શકે છે. 

આવનારા નાણાંકીય વર્ષમાં આવશે સુધારો

એશિયાઈ વિકાસ બેંકે પણ 2020-21ને માટે ભારતના વિકાસદર અનુમાનને ઘટાડીને 4 ટકા કર્યો છે. બેંકે એશિયાઈ વિકાસ પરિદ્રશ્ય 2020માં કહ્યુ કે વ્યાપક આર્થિક બુનિયાદ મજબૂત થવાથી ભારત 2020-21માં જોરદાર રીતે પાછું આવશે. ભારતનો વિકાસદર આવનારા વર્ષમાં 6.2 ટકા સુધી મજબૂતી મેળવશે. પહેલાં  2020-21માં ઘટીને 4 ટકા થશે. કોવિડ મહામારીના કારણે વૈશ્વિક વૃદ્ધિ પ્રભાવિત થઈ છે અને ભારત પર પણ તેની અસર થશે. ભારતની વ્યાપક આર્થિક સ્થિતિ મજબૂત છે. એવામાં આશા છે કે આવનારા નાણાંકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં મોટો સુધારો આવશે.

દુનિયાને લાગશે આટલો મોટો ફટકો

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને 41 ખરબ ડોલરનું નુકસાન થઈ શકે છે. અમેરિકા, યુરોપ અને અન્ય મોટી અર્થવ્યવસ્થા પણ તેની ઝપેટમાં છે. તેને પણ અસર થશે. ભારતે આ મહામારી સામે લડવા ઝડપી પગલાં લીધા છે, બેંકે કહ્યું કે આ નુકસાન દુનિયાભરના હાલના ઉત્પાદનની રીતે લગભગ 5 ટકા હશે. જો મહામારી પર જલ્દી કાબૂ નહીં આવે તો નુકસાન 20 ખરબ ડોલરનું હોઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

2020-21 Economy Estimated Fitch Ratings Growth India world અનુમાન અસર ભારત મંદી રેટિંગ એજન્સી લૉકડાઉન વિકાસદર coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ