Team VTV05:58 PM, 06 Nov 19
| Updated: 08:09 PM, 06 Nov 19
જોખમોથી બચવા સહિત વિભિન્ન મુદ્દાઓ પર સૂચન આપનારી કંપની ફિચ સોલ્યૂશન્સે ભારતના રાજકોષિય ખાધને લઇને પોતાનું અનુમાન ફરી વધાર્યું છે. ફિચ સોલ્યૂશન્સનું કહેવું છે કે ચાલૂ નાણાકીય વર્ષ 2019-20માં રાજકોષિય ખાધ જીડીપી (GDP)ના 3.6 ટકા રહી શકે છે.
ફિચ સોલ્યૂશન્સે ભારતના રાજકોષિય ખાધનું અનુમાન 3.6 ટકા કર્યું
ફિચે રાજકોષિય ખાધનું અનુમાન 0.2 ટકા વધાર્યું
પહેલા રાજકોષિય ખાધને જીડીપીના 3.4 ટકા રહેવાનું અનુમાન બતાવાયું હતું. તેનો અર્થ એ થયો કે, ફિચે રાજકોષિય ખાધનું અનુમાન 0.2 ટકા વધાર્યું છે. જો ફિચનું અનુમાન હકીકતમાં બદલાઇ જાય છે તો સરકારી ખજાના પર ભાર વધશે. નોંધનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગત 5 જુલાઇએ પોતાના સામાન્ય બજેટમાં રાજકોષિય ખાધને 3.3 ટકા પર નિયંત્રિત રાખવાનું અનુમાન રાખ્યું હતું.
ફિચે બતાવ્યું કે મંદ આર્થિક વૃદ્ધિ ઉપરાંત જીએસટી કલેક્શન અને કોર્પોરેટ ટેક્સના દરોમાં ઘટાડાથી મહેસૂલ સંગ્રહને નુકશાન થવાની આશંકા છે. આ કારણ છે કે રાજકોષિય ખાધના અનુમાનને વધારવામાં આવ્યું છે. ફિચે કહ્યું, અમારુ માનવું છે કે રાજકોષિય ખર્ચમાં ઘટાડો ન કરવાની મંશા વચ્ચે મંદ આર્થિક વૃદ્ધિ અને સરકારના કોર્પોરેટ ટેક્સના દરમાં ઘટાડાથી મહેસૂલ સંગ્રહ ઓછો રહેશે. આ કારણે અમે રાજકોષિય ખાધનું અનુમાન વધારાયું છે.
આ સાથે જ ફિચે કહ્યું, અમે મહેસૂલ વૃદ્ધિના પોતાના અનુમાનને પણ સંશોધિત કરી 13.1 ટકાથી 8.3 ટકા કરી રહ્યા છીએ. આ સરકારના 13.2 ટકા વૃદ્ધિના બજેટ અનુમાનથી ઘણો ઓછો છે.