Fitch Lowers India Growth To 4.9 Percent And In 2020 To 2020 It Will Be 5.4
વિકાસ /
અર્થવ્યવસ્થાને લઈને આ રેટિંગ એજન્સીએ આપ્યું નવું અનુમાન, ભારતને લાગશે મોટો ઝટકો
Team VTV07:53 AM, 03 Mar 20
| Updated: 03:01 PM, 03 Mar 20
ફિચ સોલ્યુશન્સે 31 માર્ચે પૂરા થઈ રહેલા અઠવાડિયાના ચાલુ નાણાંકીય વર્ષને માટે ભારતના આર્થિક વિકાસ અનુમાનને ઘટાડીને 4.9 ટકાનું જણાવ્યું છે. એજન્સીએ કહ્યું છે કે ઘરેલૂ માંગ અને કોરોના વાયરસને કારણે આયાત પ્રભાવિત થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. રેટિંગ એજન્સીએ નાણાંકીય વર્ષ 2020-21માં સામાન્ય સુધારની સાથે વિકાસ દર 5.4 ટકાના સ્તરે પહોંચવાનું અનુમાન જાહેર કર્યું છે.
ચાલુ નાણાંકીય વર્ષ માટે વિકાસ દર 4.9 ટકા હોવાનું અનુમાન
રેટિંગ એજન્સીના અનુમાનથી ભારતને લાગી શકે છે મોટો ઝટકો
'ફિચ સોલ્યુશન્સ, ભારતના વાસ્તવિક GDP વૃદ્ધિના અંદાજને 2019-20 માટે 5.1 ટકાથી ઘટાડીને 4.9 ટકા અને 2020-21 માટે 5.9 ટકાથી ઘટાડીને 5.4 ટકા કરી રહી છે.' ત્રીજા ક્વાર્ટરમાં (ઓક્ટોબર-ડિસેમ્બર) GDP વૃદ્ધિ દર બીજા ક્વાર્ટરમાં 4.7 ટકા રહ્યો હતો. જ્યારે બીજી ત્રિમાસિકમાં આ 5.1 ટકાનો રહ્યો હતો. આના મુખ્ય કારણો સરકારી વપરાશનો અભાવ, સુસ્ત સ્થિર મૂડી રચના અને નિકાસ ફાળો ઓછો હતો.
આ કારણે વધશે ઉદ્યોગો પર દબાણ
ફિચ સોલ્યુશન્સે કહ્યું કે, "સામાન્ય બજેટ 2020-21 ના ટેકાના અભાવથી ઉદ્યોગ પર દબાણ વધશે. જો કે, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી)ના સંકટને લીધે આ ઉદ્યોગ પહેલાથી જ ધિરાણની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, એનબીએફસી કંપનીઓને ભારતમાં લોન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
એજન્સીએ કહ્યું કે ચીનમાં કોવિડ -19ના પ્રકોપના કારણે વાહન અને ઈલેક્ટ્રોનિક્સની આયાત બંધ થઈ છે અને તેના કારણે ભારતની નિકાસ ક્ષેત્રમાં પણ વિચાર કરવાની જરૂર પડી છે. આ સેવા ક્ષેત્ર પર પણ નકારાત્મક અસર કરશે. સર્વિસ સેક્ટર પર પણ તેની અસર થઈ રહી છે. આશા રાખવામાં આવી રહી છે કે જૂનથી વાયરસની અસર ઓછી થયા બાદ આવનારા નાણાંકીય વર્ષમાં થોડો સુધારો જોવા મળશે, જેનાથી આર્થિક ગતિવિધિઓમાં વ્યાપક સુધારો જોવા મળી શકે છે.