બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 07:05 PM, 24 October 2019
ADVERTISEMENT
આ ગ્રોથ અનુમાનમાં મોટો ઘટાડો છે, કેમકે આ પહેલા જૂનમાં ફિચે નાણાકીય વર્ષ માટે જીડીપીમાં 6.6 ટકાનો વધારો થવાનું અનુમાન જાહેર કર્યું હતું.
ADVERTISEMENT
ફિચે કહ્યું કે હાલમાં જ સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડા જેવા જે પગલા ઉઠાવ્યા છે. તેની અસર અર્થવ્યવસ્થા પર ધીરે-ધીરે આગળ ચાલીને જોવા મળશે. નોંધનીય છે કે, આ રિઝર્વ બેન્કના અનુમાનથી ઓછો છે. જેમા ઓક્ટોબરમાં કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 6.1 ટકાનો જ વધારો થઇ શકે છે.
ફિચે કહ્યું કે સરકારના આ પગલાઓનો ફાયદો આવતા નાણાકીય વર્ષ (2020-21) માં જોવા મળી શકે છે, જ્યારે જીડીપીમાં ગ્રોથ 6.2 ટકા થઇ શકે છે. તેના આગળના નાણાકીય વર્ષમાં 2021-22માં જીડીપી ગ્રોથ 6.7 ટકા થઇ શકે છે.
નોંધનીય છે કે, ભારતીય અર્થવ્યવસ્થા એપ્રિલ-જૂનમાં સતત પાંચમા ક્વાર્ટરમાં મંદ રહી છે, જ્યારે જીડીપીમાં ગ્રોથ માત્ર 5 ટકા રહ્યો છે. આ વર્ષ 2013 બાદનો સૌથી ઓછો ગ્રોથ છે. એક વર્ષ પહેલાની જ સમાન અવધિમાં જીડીપીમાં ગ્રોથ 8 ટકા થઇ હતી.
ફિચે પોતાની રિપોર્ટમાં કહ્યું, મંદી વ્યાપક રુપે દેખાઇ રહી છે. ઘરેલૂ ખર્ચ અને માંગ બંનેની ગતિ કમજોર પડી રહી છે. બિન બેન્કિગ નાણાકીય કંપનીઓમાં સંકટને કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં લોન વિતરણ ઘણી સંકોચાઇ રહી છે.
આ પહેલા ઓક્ટોબરમાં જ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે પણ 2019-20માં જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડીને 5.8 ટકા કરી દીધુ હતું. પહેલા મૂડીઝે જીડીપીમાં 6.2 ટકાના ગ્રોથ થવાનું અનુમાન જાહેર કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Stock Market Update / ખુલતાની સાથે જ સેન્સેક્સ 78000ને પાર, તો નિફ્ટી...! આ 10 શેરમાં જબરદસ્ત ઉછાળો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT