બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / IPO ભરતા લોકો માટે કમાણીની તક, આ તારીખથી ખુલશે FirstCryનો 4000 કરોડનો આઈપીઓ

બિઝનેસ / IPO ભરતા લોકો માટે કમાણીની તક, આ તારીખથી ખુલશે FirstCryનો 4000 કરોડનો આઈપીઓ

Last Updated: 09:14 AM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોકાણકારો માટે પૈસા રોકવાનો સારો મોકો આવવા જઈ રહ્યો છે, આ તારીખે ચાઈલ્ડ કેર પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફર્સ્ટક્રાયનો IPO ખુલશે અને શેર દીઠ રૂ. 440-465ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં ઘણા IPO આવવાના છે અને આમાંથી એક ચાઈલ્ડ કેર પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની બ્રેઈનબીસ સોલ્યુશન્સ એટલે કે ફર્સ્ટક્રાયનો આઈપીઓ પણ આવવાનો છે. આ IPO આવતા અઠવાડિયે એટલે કે 6 ઓગસ્ટના રોજ ખુલશે અને રોકાણકારો તેમાં 8 ઓગસ્ટ સુધી પૈસા રોકી શકે છે.

IPO-VTV

ફર્સ્ટક્રાયના શેર અલોટમેન્ટ 9 ઓગસ્ટના રોજ થશે અને જે રોકાણકારોને આ આઇપીઓ નહીં લાગે તેમને 12 ઓગસ્ટ સુધીમાં રિફંડ મળી જશે. કંપનીએ તેના IPO હેઠળ શેર દીઠ રૂ. 440- રૂ 465ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

IPO

બ્રેઈનબીસ સોલ્યુશન્સ તેના IPOમાંથી રૂ. 4194 કરોડ એકત્ર કરવા માંગે છે. આ IPO હેઠળ રૂ. 1666 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. જ્યારે 2528 કરોડની કિંમતના 5.44 કરોડ શેર ઓફર ફોર સેલ (OFS) દ્વારા જારી કરવામાં આવશે.

PROMOTIONAL 8

ફર્સ્ટક્રાય IPO હેઠળના શેરનું લિસ્ટિંગ 13 ઓગસ્ટે થશે. કંપનીના શેર એકસાથે BSE અને NSE પર લિસ્ટ થશે. તમને જણાવી દઈએ કે ફર્સ્ટક્રાય ચાઈલ્ડ કેર કેટેગરીમાં એક મોટી રિટેલ બ્રાન્ડ છે. કંપની તેના ઓનલાઈન સ્ટોર દ્વારા બાળકોના કપડાં અને ચાઇલ્ડ કેર પ્રોડક્ટ્સ વહેંચે છે.

વધુ વાંચો: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે LICમાં નોકરીની શાનદાર તક, પગાર સહિતની વિગતો જાણો

કંપનીનું મૂળ નામ બ્રેઈનબીસ સોલ્યુશન્સ છે અને તે ફર્સ્ટક્રાય બ્રાન્ડ હેઠળ રિટેલ બિઝનેસ ચલાવે છે. કંપની હાલમાં દેશભરના 85 થી વધુ શહેરોમાં 100 થી વધુ રિટેલ સ્ટોર ધરાવે છે. આ સ્ટોર્સ દ્વારા કંપની 1200 બ્રાન્ડની 90 હજારથી વધુ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FirstCry IPO Price Band Firstcry IPO IPO Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ