First woman reported cured of HIV after stem cell transplant
ક્રાંતિકારી શોધ /
'સેક્સ રોગી'ને નવજીવન ! HIV પીડિત મહિલાને સાજી કરવા વૈજ્ઞાનિકોએ જે ભેજું વાપર્યું જાણીને દંગ રહી જશો
Team VTV03:30 PM, 16 Feb 22
| Updated: 03:32 PM, 16 Feb 22
અમેરિકાના વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ કરીને એક મહિલાને HIVમાંથી મુક્ત કરી છે.
અમેરિકાના વૈજ્ઞાનિકોની કમાલ
HIV પીડિત મહિલાને સાજી કરી
ગર્ભનાળના લોહીથી મહિલા દર્દીને HIVમાંથી મુક્ત કરી
HIV એ એક એવો રોગ છે જે અત્યાર સુધી અસાધ્ય માનવામાં આવતો હતો. જો કે વર્ષોથી ઇલાજની શોધમાં રહેલા વૈજ્ઞાનિકો હવે પોતાના પ્રયાસોમાં સફળ થયા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં વૈજ્ઞાનિકોએ ત્રીજી દર્દી અને પ્રથમ મહિલાની નવી ટેકનિકથી સારવાર કરી છે. વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ ટેક્નોલોજી દ્વારા કમાલ કરીને મહિલાને HIVમાંથી મુક્ત કરી છે.
અમેરિકાના વૈજ્ઞાનિકોની આ ટેકનીક ક્રાંતિ લાવશે
અમેરિકાએ વૈજ્ઞાનિકોએ જે નવી રીત દ્વારા મહિલાને એચઆઈવીમાંથી સાજી કરી છે તે દુનિયામાં ક્રાંતિ લાવી દેશે. ગર્ભનાળના લોહી દ્વારા મહિલાને સાજી કરવી દુનિયામાં પહેલા પ્રકારનો પ્રયોગ છે. આનાથી હવે ભવિષ્યમાં લાખો લોકો સાજા થશે.
સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા મહિલાની કરાઈ સારવાર
HIV ધરાવતી એક મહિલાને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ ટેક્નોલોજી દ્વારા સારવાર આપવામાં આવી હતી. આમાં ગર્ભનાળ એટલે કે નાળના લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2017થી HIVથી પીડિત મહિલાને સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સાજી કરવામાં આવી હતી અને હાલમાં તે સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છે. ડોક્ટરોએ ગર્ભનાળના લોહીનો ઉપયોગ કરીને દર્દીને HIVમાંથી મુક્ત કરી હતી. ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન એક નજીકના સંબંધીએ પણ મહિલાને તેની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રક્તદાન કર્યું હતું. મહિલાનું છેલ્લું ટ્રાન્સપ્લાન્ટ 2017માં થયું હતું. છેલ્લાં ચાર વર્ષમાં તે લ્યુકેમિયામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે. ટ્રાન્સપ્લાન્ટના ત્રણ વર્ષ બાદ ડોક્ટરોએ તેની HIVની સારવાર બંધ કરી દીધી હતી અને તે હજુ સુધી કોઇ વાઇરસના સંપર્કમાં ફરી આવી નથી.
નવી સ્ટેમ સેલ ટેકનોલોજી દર્દીઓને ઘણી મદદ કરશે-ડોક્ટરો
દર્દીની સારવાર કરનારી ટીમમાં સામેલ ડો.કોન વાન બેસિયનએ જણાવ્યું હતું કે, "નવી સ્ટેમ સેલ ટેકનોલોજી દર્દીઓને ઘણી મદદ કરશે. નાળના લોહીની આંશિક રીતે મેળ ખાતી લાક્ષણિકતા આવા દર્દીઓ માટે યોગ્ય દાતા શોધવાની શક્યતામાં ઘણો વધારો કરે છે. અત્યાર સુધી દુનિયામાં HIVના માત્ર બે જ કેસ એવા હતા જેની સફળ સારવાર કરવામાં આવી હતી. બર્નિલ પેનસેન્ટ તરીકે ઓળખાતી ટિમોથી રે બ્રાઉન 12 વર્ષ સુધી વાયરસની પકડમાંથી મુક્ત હતી અને 2020માં કેન્સરથી તેનું મૃત્યુ થયું હતું. 2019માં, એડમ કેસ્ટિલેજો, જેમને HIV હોવાનું નિદાન થયું હતું, તેઓ પણ સારવાર મેળવવામાં સફળ રહ્યા હતા. જો કે, બંનેમાં દાતા દ્વારા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ દાતાઓમાં પરિવર્તન જોવા મળ્યું હતું જે HIV ચેપને અટકાવી શકે છે.