ફિલ્મમાં માસ્ટરબેશનના સીન પર સ્વરાએ આપ્યું નિવેદન, કહ્યુ , ''અમે રૂમમાં કરીએ તો...''

By : juhiparikh 05:01 PM, 13 June 2018 | Updated : 05:01 PM, 13 June 2018
કરિના કપૂર ખાનની કમબેક ફિલ્મ 'વીરે દી વેડિંગ' બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મની તમામ એક્ટ્રેસ કરિના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખાની એક્ટિંગના ઓડિયન્સની સાથે ક્રિટીક્સ પણ વખાણ કરી રહ્યા છે. આ સિવાય ફિલ્મ રિલીઝ થવાની સાથે એક સીનના લીધે વિવાદમાં રહી છે. 

વાસ્તવમાં એક સીમમાં સ્વરા ભાસ્કર માસ્ટરબેશન કરી રહી હતી. આ કારણે સોશ્યલ મીડિયા પર યૂઝર્સ તેણે ખૂબ ટ્રોલ કરી હતી. કેટલાક લોકોએ કહ્યુ કે, ''સ્વરા તને શર્મ આવી જોઇએ.'' જોકે આ મામલામાં સ્વરાએ પહેલી વખત વાત કરી.

એક ઇન્ટવ્યૂ દરમિયાન સ્વરાએ કહ્યુ કે, ''ફિલ્મમાં માસ્ટરબેટ કરી મેં ટેક્નિકલી કોઇ ભૂલ નથી કરી, પરંતુ શર્મ તો આવે જ. બૉય્ઝ કઇ પણ કરે, પણ જો ગર્લ્સ બેડરૂમમાં કરે તો તેણે શર્મિદા થવું પડે છે. મહિલાએની યૌન ઇચ્છાઓ અપરાધભાવે જોવા મળે છે. મહિલાઓની આ ઇચ્છાની સાથે સંસ્કૃતિ સાથે જોડી દીધી છે.''  

સ્વરાએ પોતાના ટ્રોલ થવા પર કહ્યુ કે, ''હું આ લોકો પર ધ્યાન નથી આપતી, કેમકે તેમના વિચાર સારા નથી હોતા. મારી પાસે મૂર્ખ લોકો સાથે વાત કરવા માટે સમય નથી. હું આ લોકો પર ધ્યાન નથી આપતી. હાલમાં હું ફિલ્મની સક્સેસ એન્જોય કરી રહી છું'' તમને જણાવી દઇએ કે સોનમ અને કરિના કપૂર ખાને પણ સ્વરાને આ માટે સપોર્ટ કર્યો હતો.

આ પહેલા સ્વરાની મધરે પણ આ અંગે નિવેદન આપ્યુ હતુ કે, ''ઇન્ડિયન સિનેમાંમાં સેક્યુલાઅિટી પર આટલું ઑપનલી દેખાડવું અજીબ છે, પરંતુ ઘણા વર્ષોથી આ પ્રકારના સીન પર ખૂબ જ કામ થયું છે. ફિલ્મોમાં આ સીનને અલગ રીતે બતાવવામાં આવ્યા છે.''Recent Story

Popular Story